લોકડાઉનના ખાલી સમયમાં આ રીતે વાળની કરો માવજત

  • May 06, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેર આપણા બધા પર કહેર બની તુટી પડી છે. જેના કારણે ફરી એકવાર લોકડાઉન થયું છે. આવામાં તમે તમારા ઘરે રહી અને તમારા ખાલી સમયમાં વાળની માવજત કરી શકો છો. સામાન્ય દિવસમાં તો સમયના અભાવના કારણે આપણે પોતાના તરફ ધ્યાન આપતા નથી. પરંતુ આ મુશ્કેલ સમયમાં તમે આ કામ કરી સ્ટ્રેસ પણ દૂર કરી શકો છો. 

 

 

આ સમયનો ઉપયોગ કરવા માટે વાળની માવજત કરી શકો છો. વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખવાની આમ તો ઘણી રીતો છે, પરંતુ આજે તમને જણાવીએ એવી રીતો જે તુરંત અસર દેખાડે છે અને વાળને સુંદર અને શાઈની બનાવે છે. 

 

 

તેલથી માલિશ 


આપણે બધા જાણીએ છીએ કે વાળમાં તેલથી માલિશ કરવી ખૂબ ફાયદાકારક છે. તેલથી માલિશ કરવાથી વાળને પોષણ મળે છે. તેના માટે તેલ લેવું અને હળવા હાથે તેનાથી મસાજ કરવી. નિયમિત માલિશ કરવાથી તેની અસર થોડા દિવસોમાં જોવા મળશે.

 

 

ગરમ ટુવાલથી સ્ટીમ


વાળને સોફ્ટ કરવા માટે ગરમ ટુવાલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે ફક્ત તમારા ટુવાલને ગરમ પાણીમાં બોળી તેમાંથી વધારાનું પાણી કાઢી અને તેને વાળ પર લપેટી લેવાનો છે. તેને વાળ પર 6 થી 8 મિનિટ રાખો અને પછી તમારા વાળને પાણીથી ધોઈ લો.

 

 

હેર માસ્ક લગાવો


વાળ પર માસ્ક લગાવવું ખૂબ ફાયદાકારક છે. તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. માસ્કને લગભગ 20 મિનિટ સુધી વાળમાં રહેવા દેવું. પછી વાળ સાફ કરી લેવા. માસ્ક બનાવવા તમે કેળા, મેથી, દહીં જેવી વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS