બગદાણા ગુરૂ આશ્રમમાં ગુરૂ પુર્ણિમાની થશે ઓનલાઈન ઉજવણી

  • July 20, 2021 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી ના વર્તમાન દિવસો ને લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી બંધ રહેશે તેવી જાહેરાત ટ્રસ્ટ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા થવા લાગી છે. મોરારી બાપુ દ્વારા તલગાજરડામાં આ વર્ષે ગુરૂ પુર્ણિમાએ કોઇ કાર્યક્રમ નહીં યોજાઈ તેવી જાહેરાત કરવામાં આવી હતી.

 

ગોહિલવાડના પ્રખ્યાત તીર્થ સ્થળ અને બજરંગદાસ બાપાના ધામ  બગદાણા ખાતે  પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની તા. 24 ને શનિવારે  ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે. ગુરૂઆશ્રમ ખાતે સવારના સવારના 7. 30થી 9. 30 સુધી પૂજા વિધિ અને ધજા પૂજન, ધ્વજારોહણ અને પરંપરાગત ગુરૂ પૂજન ના કાર્યક્રમો થશે. ત્યાર બાદ 9:30 થી આરતી ,થાળ વગેરે થશે. મહોત્સવ ના દર્શન તેમજ પૂજનનો લ્હાવો લક્ષ ચેનલ, youtube ચેનલ, facebookના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભક્તજનોએ ઘર બેઠા દર્શન પૂજન નો લાભ લેવા જણાવાયું છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS