આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ચૈત્ર,વસંત,અશ્વિન કે શરદ ઋતુમાં આવતી નવરાત્રી વિશે દરેક લોકો જાણતા હોય છે પરંતુ તેના સિવાય અન્ય બે નવરાત્રી પણ હોય છે, જેમાં વિશેષ કામનાઓની સિદ્ધિ થઈ શકે છે. બહુ ઓછા લોકો હોય છે જેમને તેમના વિશે જાણકારી હોય છે, તેની પાછળ છુપાયેલું રહસ્ય પણ લોકો જાણતા નથી હોતા. જે રહસ્યોને જાણતા નથી હોતા તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ આ વખતે 22 જૂનથી શરૂ થઈ રહી છે.

 


વર્ષભરમાં આમ તો કુલ મળી અને ચાર નવરાત્રિ હોય છે અને આ ચારેય નવરાત્રિમાં ઋતુ પરિવર્તનના સમય પ્રમાણે મનાવવામાં આવે છે. મહાકાળ સંહિતા અને તમામ શાસ્ત્રીય ગ્રંથો માં આ ચાર નવરાત્રિઓનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જેમાં વિશેષ પ્રકારની ઇચ્છા પૂર્તિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા અને અનુષ્ઠાન વગેરે કરવામાં આવે છે.

 


22 જૂનના રોજ સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી ગુપ્ત નવરાત્રીમાં કળશ સ્થાપનાનું મુહુર્ત છે.

 


સામાન્ય રીતે નવરાત્રિમાં  સાત્વિક અને તાંત્રિક બંને પ્રકારની પૂજા કરવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રિમાં મહદંશે તાંત્રિક પૂજા કરવામાં આવે છે.

 


ગુપ્ત નવરાત્રિમાં પૂજા અને મનોકામના જેટલી ગુપ્ત રાખવામાં આવશે તેટલી જ તમારી સિદ્ધ થવાની શક્યતા વધારે પ્રબળ રહેશે.

 


ગુપ્ત નવરાત્રિમાં પ્રચાર અને પ્રસાર કરવામાં નથી આવતા પરંતુ પોતાની સાધનાને ગુપ્ત રાખી અને કરવામાં આવે છે.

 


ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ માટે કળશની સ્થાપના કરી શકાય છે. જો કળશની સ્થાપના કરી હોયતો બંને પ્રહરમાં મંત્ર, જાપ ચાલીસા કે સપ્તશતીના પાઠ કરવા જોઈએ.

 

સવારે અને સાંજે બંને સમયે આરતી કરવી પણ સારી છે. માતાજીને બંને સમયે ભોગ ધરાવવો જોઈએ અને સરળ તથા ઉત્તમ ભોગ છે, પતાશા તેમજ લવિંગ.

 

માતાજી માટે લાલ ફૂલ સર્વોત્તમ હોય છે, પરંતુ માતાજીને આંકડા, મદાર અને તુલસી બિલકુલ ચઢાવવા જોઈએ નહીં.

 

આ નવ દિવસોમાં જો કળશ સ્થાપન કરી અને તમે સાધના કરવા જઈ રહ્યા હોય તો પોતાના આહાર-વિહારની આદતો સાત્વિક રાખવી જોઈએ.

 

ગુપ્ત નવરાત્રિનો મહાપ્રયોગ કઈ રીતે ?

 

એક લાકડાની બાજોઠ પર લાલ કપડું પાથરો, તેના પર માતાજીની મૂર્તિની કે પ્રતિકૃતિની સ્થાપના કરો. માતાજી સમક્ષ એક મોટો ઘીનો એક મુખી દીપ પ્રગટાવો. પ્રભાત અને સંધ્યા સમયે "ૐ એ હિંમ ક્લિ ચામુંડાય બીચૈ" મંત્રનું ઉચ્ચારણ 108 વખત મંત્ર કરવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS