ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લને જોઈ તમે પણ આવી જશો જોશમાં, જોઈ લો ટ્રેલર ફટાફટ

  • August 01, 2020 11:13 AM 550 views

 

અભિનેત્રી જાન્હવી કપૂર તેની ફિલ્મ ગુંજન સક્સેના, ધ કારગિલ ગર્લને લઇને જબરદસ્ત ચર્ચામાં રહી છે. અગાઉ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. કોરોનાના સમયમાં આ ફિલ્મ પણ ઓનલાઈન જ રિલીઝ થવાની છે ત્યારે આજે તેનું ટ્રેલર રિલીઝ થયું છે. 

 

જાહન્વી કપૂર ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લના ટ્રેલરમાં શ્રેષ્ઠ અંદાજમાં મળે છે. તેણે ભારતીય વાયુ સેનાના ફ્લાઈંગ ઓફિસરની ભૂમિકા નિભાવી છે. ફિલ્મનું ટ્રેલરમાં કારગિલ યુદ્ધની કેટલીક ઝલક છે પણ જોવા મળે છે. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેનાના એરફોર્સમાં આવતાની સાથે જ કેટલા મોટા ફેરફારો થયા હતા.

 

કારગિલ ગર્લ તરીકે જાણીતા ગુંજન સક્સેનાએ કારગિલ યુદ્ધમાં બતાવ્યું હતું કે મહિલાઓ પણ યુદ્ધ દરમિયાન વિમાન ઉડાવી શકે છે અને સક્રિય ભૂમિકા ભજવીને યુદ્ધના પરિણામને બદલી શકે છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application