ગુજરાતનું ગૌરવ અને ભજન સમ્રાટ હેમંત ચૌહાણને એનાયત થશે પદ્મશ્રી પુરસ્કાર

  • January 26, 2023 04:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

26મી જાન્યુઆરી માટે દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતની 7 પ્રતિભાશાળી વ્યક્તિ ઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત થશે. જેમાં પ્રથમ ભજન સમ્રાટ હેમંત ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે. આ ઉપરાંત જાંબુર ગામના હીરાબાઈ લોબી માટે પણપહ્મ શ્રી એવોર્ડ નામની જાહેરાત કરવામાં આવી છે. ભાનુભાઈ ચિતારાને કલમ કારીગરી માટે અને પરેશ રાઠવાને પીઠોરા આર્ટ માટે પદ્મશ્રી એવોર્ડ મળશે. કુલ 26 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાશે.



ભજન સમ્રાટ અને લોકગાયક હેમંત ચૌહાણની સિદ્ધિઓમાં પદ્મશ્રી પુરસ્કારનો ઉમેરો થયો છે. અગાઉ પણ તેમણે ગુજરાતી ફિલ્મોમાં તેના ગીતો માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે એવોર્ડ જીત્યા છે. કાર્યક્રમો માટે તેમણે યુએસએ, યુકે, જાપાન, ફ્રાંસ, ગ્રીસ વગેરે જેવા વિવિધ દેશોની યાત્રા પણ કરી છે.


હાલ રાજકોટ સ્થાયી થયેલા હેમંત ચૌહાણનો જન્મ વર્ષ ૧૯૫૫માં રાજકોટના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન મુખ્યત્વે ભજન ક્ષેત્રે રહેલું છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અઢળક આલ્બમોમાં પોતાનો સ્વર આપી ને તેમાં પ્રાણ પૂર્યા છે. સાથે સાથે ગુજરાતી ગરબાનાં સેંકડો રચનાઓમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.


વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે,પંખીડા ઓ પંખીડા, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હેમંત ભાઈ ના હિન્દી ભજનનાં પણ કેટલાંક આલ્બમ પણ છે,જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન નોંધનીય છે.

ગીત ભજનો ગાવાની સાથે સાથે સંગીત વિદ્યા માં પણ હેમંત ભાઈ માહેર છે, સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.

એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'મે સંગીત કળા વિશેષ રીતે શીખી નથી, પરંતુ તે પિતા અને દાદા તરફથી વારસામાં મળી છે, કે જે બંને ગાયકો હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application