જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મૃત્યુ થયાની ગુજરાતની પ્રથમ ઘટના

  • April 07, 2020 10:29 PM 2385 views

જામનગરનો પ્રથમ કોરોના કેસ બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ હતું તેનું આજે ૭ તારીખે રાત્રે ૮:૦૦ વાગ્યે અવસાન થયેલ છે. બાળકનું મૃત્યુ મ'લ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ‌ થવાના કારણે થયેલ છે. બાળક જયારથી એડમિટ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલ ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું અવસાન થયેલ છે.

બાળકની અંતિમવિધિ ની ક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બાળકનાં માતા-પિતાને તેમના બાળકને દૂરથી દેખાડી અને તેમની ધાર્મિક વિધિ બાદ ગાઈડલાઈન અનુસારની પ્રક્રિયા કરવામાં આવી  હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application