ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડ એક્ટર શરમન જોષીના પિતા અરવિંદ જોષીનું નિધન
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડ એક્ટર શરમન જોષીના પિતા અરવિંદ જોષીનું નિધન
January 29, 2021 08:04 PM 659 views
ગુજરાતી સિનેમાના ભવ્ય ઈતિહાસના સાક્ષી રહી ચુકેલા દિગ્ગજ કલાકાર અરવિંદ જોષીનું આજે સવારે નિધન થયું છે. અરવિંદ જોષી બોલિવૂડ અભિનેતા શરમન જોષીના પિતા છે. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અરવિંદ જોષી રંગભૂમિના દિગ્ગજ કલાકારોમાંથી એક હતા. તેઓ અભિનેતા ઉપરાંત સફળ નિર્માતા, લેખક, દિગ્દર્શક પણ રહી ચુક્યા છે. તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારોમાંથી એક હતા. તેઓ પ્રખ્યાત નાટ્યકાર પ્રવીણ જોષીના ભાઈ હતા. તેમના સંતાન શરમન જોષી અને માનસી જોષી છે પણ ખૂબ સારા કલાકાર છે.