મુંબઈના ગુજરાતી પરિવારના દિકરાની સ્પોર્ટસ અને એકેડેમિક સિદ્ધિઓ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


કોરોનાવાયરસને લઈને દેશભરમાં રોજ નકારાત્મક સમાચારો સાંભળવા મળે છે ત્યારે મુંબઈના એક વિધાર્થીએ નિરાશામાં આશાનું કિરણ કહી શકાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેને સાંભળી અને ગુજરાતીઓ ખુશખુશાલ થઇ જશે.

ઘાટકોપરની યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થી ઓમ રાકેશ મહેતા આઈજીએસટીઇની પરીક્ષામાં 96 ટકા મેળવી ટોપર બન્યો છે. એટલું જ નહીં કે કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ દ્વારા લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં ઘાટકોપરની બધી સ્કુલોમાંથી તે પ્રથમ ક્રમે આવ્યો છે.


ઓમની સિદ્ધિઓ પર નજર કરીએતો કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ફર્સ્ટ સર્ટિફિકેટ ઇન ઇંગલિશ એક્ઝામમાં A ગ્રેડ, એમએસ ઓફીસ સ્પેશિયાલિસ્ટમાં બે વખત ઇન્ડિયા મેરીટ એવોર્ડ, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ દ્વારા બે વાર મેરીટ એવોર્ડ, ઓસ્ટ્રેલિયન નેશનલ કેમેસ્ટ્રી ક્વિઝમાં સતત ત્રણ વર્ષ એચડી એક્સેલેન્સ એવોર્ડ, આઈપીએલ મેથ્સમાં ઓલ ઇન્ડિયા રેન્કર, સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા લેવાયેલ એક્ઝામમાં ગોલ્ડ મેડલ અને એકેડમિક એક્સિલન્સ એવોર્ડ અને ટોપ ફાઈવમાં રેન્ક, આઇઆઇટી જીનીયસ એવોર્ડ, સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ પણ મળેલ છે, ઓમ અત્યાર સુધીમાં આશરે 70 મેડલ  અને 20 જેટલી ટ્રોફી મેળવી ચૂક્યો છે.

ઓમે બાળપણથી જ ભણવામાં ખૂબ જ રસ દાખવ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા તેને બે વખત સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી તરફથી પ્રોગ્રામ માટે આમંત્રણ પણ મળ્યુ છે.


ઓમ મહેતા તેજસ્વી વિદ્યાર્થીની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રણી છે, કરાટેમાં બ્લેકબેલ્ટ અને માર્શલ આર્ટ સ્ટેટ લેવલ ચેમ્પિયન ઓમને ચેસ અને ડ્રોઈંગ માં પણ એવોર્ડ મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS