ગુજરાતમાં આ વખતે ગરમી ગાભા કાઢશે: હવામાન ખાતું

  • March 02, 2021 04:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાન ખાતાએ માર્ચથી મે સુધીના ઉનાળાના દિવસોની આગાહીમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઉત્તર, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તેમ જ પૂર્વ અને પશ્ર્ચિમ ભારતના કેટલાક ભાગોમાં દિવસનું ઉષ્ણતામાન સાધારણ કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. જોકે, વેધશાળાએ દક્ષિણ અને મધ્ય ભારતમાં ઉષ્ણતામાન સાધારણથી નીચું રહેવાની સંભાવના બતાવી હતી.

 

 

ઇન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) તરીકે જાણીતા આ વિભાગે જણાવ્યું હતું કે ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગો, ગોવા અને આંધ્ર પ્રદેશના દરિયાઈ વિસ્તારોમાં મહત્તમ ઉષ્ણતામાન સાધારણ કરતાં ઉપર રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તે મજ હિમાલયના નીચા પર્વતોમાં, ઉત્તર-પૂર્વ ભારતમાં, મધ્ય ભારતના પશ્ર્ચિમી ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં રાત્રિના સમયે ન્યૂનતમ તાપમાન સાધારણ કરતાં વધુ રહેશે એવી સંભાવના છે. પેસિફિક સમુદ્રમાં લા નિના સ્થિતિ સાધારણ હાલતમાં છે. લા નિના સમુદ્ર-આબોહવાને સાંકળી લેતી એવી ઘટના છે જેમાં પેસિફિક સમુદ્રનું પાણી ઠંડું પડવાની પ્રક્રિયા થાય છે અને એનાથી ઊલટું, અલ નિનોમાં સમુદ્રના પાણીમાં ગરમાટો આવે છે. આઇએમડીએ જણાવ્યું હતું કે ઉનાળાના પાછલા અડધા ભાગ (એપ્રિલથી જૂન) વિશેની આગાહીની વિગતો એપ્રિલમાં જાહેર કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS