ગુજરાતમાં પણ વસતી નિયંત્રણ કાયદો લવાશે

  • July 13, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરપ્રદેશ સરકારે વધતી જતી વસતિને કાબુમાં લેવા માટે ખાસ કાયદો ઘડો છે અને તે અંગેની નીતિ જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા–ગેરફાયદાનો અભ્યાસ શ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

 


રાય સરકારના વિશ્વનીય સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તપ્રદેશમાં રજૂ કરાયેલા પોપ્યુલેશન કંટ્રોલ બિલના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ ગુજરાત સરકારે શ કરી દીધો છે. અત્યાર સુધીમાં આ મામલે કોઈ ઔપચારિક નિર્ણય નથી લેવાયો પરંતુ સરકાર નિષ્ણાતો પાસેથી સલાહ–સૂચનો લેશે અને સામાન્ય નાગરિકોનો અભિપ્રાય પણ જાણશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું, સરકાર ઉત્તરપ્રદેશના પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલનો બારીકાઈથી અભ્યાસ કરી રહી છે. જો રાય સરકાર આ પ્રકારનો કાયદો લાગુ કરવાનું વિચારે તો આગામી ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ શકે છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્રારા પ્રસ્તાવિત બિલ જેવું જો ગુજરાત સરકાર લાવે તો ભાજપને રાજકીય દ્રષ્ટ્રિએ ઘણો ફાયદો થઈ શકે છે.

 


ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ પોપ્યુલેશન (નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ) બિલ ૨૦૨૧નો ડ્રાટ થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશ સરકાર દ્રારા રજૂ કરવામાં આવ્યો છે. ડ્રાટ પ્રમાણે, જે દંપતીને બેથી વધુ સંતાનો હશે તેમને સ્થાનિક સ્વરાયની ચૂંટણી લડવાથી માંડીને સરકારી નોકરીઓમાં અરજી કરવા  પર રોક તેમજ સબસિડી સહિતના લાભ જતા કરવા પડશે.

 


રાજ્ય સરકાર યારે પોપ્યુલેશન કંટ્રોલ બિલનો ડ્રાટ તૈયાર કરવાનો નિર્ણય કરશે ત્યારે જુદા–જુદા વર્ગના હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા–વિચારણા કરશે. બેથી વધુ બાળક લાવનાર દંપતી સામે યૂપીમાં કાયદાની હદમાં રહીને શિક્ષાત્મક દડં કરવાની તેમજ સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રકારની સજા પર પણ ગુજરાત સરકાર વિચાર કરી શકે છે. જો રાય સરકાર આ બિલને અપનાવશે તો બેથી વધુ બાળકો ધરાવતા વ્યકિતને સરકારી નોકરી નહીં આપવાની અને હોય તો કાઢી મૂકવાની કલમોનો પણ સમાવેશ કરી શકે છે, તેમ સૂત્રોએ ઉમેયુ.

 


રસપ્રદ બાબત તો એ છે કે, ગુજરાતમાં ૨૦૦૫થી એવો કાયદો છે કે, બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી નથી. ૨૦૦૫માં ગુજરાત લોકલ ઓથોરિટીઝ એકટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવાર સ્થાનિક સ્વરાય (પંચાયત, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પેારેશન)ની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા.

 


લાંબા સમયથી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આ માપદડં અમલી છે. હવે બધી જ સરકારી યોજનાઓ માટે લાગુ કરી શકાય છે. ટેકસ ભરનારા લોકોનો એક મોટો વર્ગ એવું માનતો આવ્યો છે કે, અન્યોને અપાતા યોજનાના લાભ માટે તેમણે નાણાં પૂરા પાડવા પડે છે. જો રાય સરકાર પોપ્યુલેશન કંટ્રોલ કાયદો અમલમાં મૂકે તો વધુ સારી ગુણવત્તાની આરોગ્ય અને શિક્ષણની સેવા પૂરી પાડી શકે છે તેવું માનવામાં આવે છે.

 


વસતી અંકુશ અને કોમનસિવિલ કોડ માટેના ખરડા સંસદમાં રજૂ થશે
૨૩ ખરડા પસાર થશે, ૧૭ નવા ખરડા આવશે: ૩૨૩ સાંસદોએ વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા: બાકીનાએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે : સ્પીકર

 


લોકસભાના આગામી સત્રમાં ભાજપના સાંસદો પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ બિલને મામલે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવશે એવી માહિતી સંસદના બંને ગૃહના સેક્રેટરિયેટ દ્રારા આપવામાં આવી હતી. પ્રસ્તાવિત વસતિ નિયંત્રણ ખરડા અને યુનિફોર્મ સિવિલ ખરડાએ દેશભરમાં ભારે વિવાદ જગાડો છે. જોકે, આ બંને ખરડા ભાજપની વિચારધારાના એજન્ડાને અનુપ છે. સંસદના ચોમાસુ સત્રમાં કુલ ૨૩ ખરડા પસાર કરાવવાની  સરકારે તૈયારી શરૂ કરી છે. જેમાંથી ૧૭ નવા ખરડા હશે.
ઉત્તર પ્રદેશથી ભાજપના લોકસભાના સાંસદ રવીકિસન અને રાજસ્થાનના લોકસભાના સાંસદ કિરોડીલાલ મીણા ૧૯ જુલાઈથી શ થતા લોકસભાના આગામી સત્રના પ્રથમ અઠવાડિયામાં અનુક્રમે પોપ્યુલેશન કંટ્રોલ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ બિલને મામલે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવશે. પ્રધાન સિવાયના સભ્ય દ્રારા દાખલ કરવામાં આવતા બિલને પ્રાઈવેટ મેમ્બર બિલ તરીકે ઓળખવામાં આવે છે.

 


જોકે, સરકારના ટેકા વિના તે કાયદો બને તેવી શકયતા ખૂબ જ પાંખી છે. લોકસભા અને રાયસભાના સેક્રેટરિયેટ પાસે ઉપલબ્ધ વિગતો મુજબ કિસન અને મીણાને ૨૪ જુલાઈએ સંબંધિત પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવાની તક મળશે. પોપ્યૂલેશન કંટ્રોલ બિલ અંગે પણ આ જ પ્રકારનું પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવાની તક ભાજપના રાયસભાના સાંસદ રાકેશ સિંહાને મળી હતી.

 


સંસદના આગામી ચોમાસુસત્ર દરમિયાન કોવિડ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે તેવું સ્પીકર ઓમ બીરલાએ કહ્યું હતું. સંસદનું સત્ર ૧૯મી જુલાઈએ શ થશે અને ૧૩મી આગસ્ટે પૂં થશે. જે સાંસદોએ રસી ન લીધી હોય તેમણે આરટી–પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. સંસદ ભવનમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા બીરલાએ જણાવ્યું હતું કે ૩૨૩ સાંસદોએ રસી લીધી છે, યારે ૨૩ સાંસદો તબીબી કારણોસર રસી લઈ શકયા નથી. બંને ગૃહની બેઠક એક સાથે મળશે અને સવારે અગિયાર વાગ્યાથી કાર્યવાહી શ કરવામાં આવશે, તેવું સ્પીકરે કહ્યું હતું. કોરોના મહામારી શ થઈ હતી તે પછી સંસદના ત્રણ સત્રનો કાર્યકાળ ઘટાડવામાં આવ્યો હતો, યારે શિયાળુસત્ર રદ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણથી ગયા વર્ષે ચોમાસુસત્ર સપ્ટેમ્બરમાં શ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS