ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસની પુષ્ટિ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે પત્રકાર પરીષદ સંબોધતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ રાજ્યમાં 13 કેસ હોવાની વાતની પુષ્ટી કરી હતી. આ 13 લોકોમાંથી 12 એવા દર્દી છે જે વિદેશથી પરત ફર્યા છે. જો કે આ આ દર્દીઓ કયા કયા શહેરોના છે તેના વિશે માહિતી શેર કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, સુરતમાં 1, રાજકોટમાં 1 કેસ હોવાની જાણકારી હતી પરંતુ ત્યારબાદ વધેલા કેસની વિગતો હાલ જાણવા મળી નથી. 

 

ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધ્યા છે. આ તકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લોકોને એકબીજાના સંપર્કથી દૂર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ સ્થિતિમાં રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે તેવામાં જરૂરી છે કે લોકો પણ જાગૃત થાય અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહે. આ તકે તેમણે લોકોને આવતી કાલે જનતા કર્ફ્યૂમાં જોડાવા અને આગામી દિવસોમાં પણ લોકસંપર્ક ટાળવા કહ્યું હતું. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS