ઈંદોર : 1000 બાંગ્લાદેશી યુવતીઓની તસ્કરી, ગુજરાતના સુરત સુધી નીકળ્યું કનેકશન

  • October 28, 2020 02:10 AM 1297 views

20 થી વધુ બાંગ્લાદેશી અને અન્ય યુવતીઓ કે જેને માનવ તસ્કરી માટે લાવવામાં આવી હતી તેને પોલીસે રેસ્ક્યુ કરી છે. પરંતુ દેશમાં આવી યુવતીઓની સંખ્યા એક હજારથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મહિલાઓ દ્વારા ડ્રગના વેચાણની પણ કડીઓ મળી રહી છે. આ માહિતી આઈબી અને વિદેશ મંત્રાલયને શેર કરવામાં આવી છે. 

બે વર્ષ પહેલા સાયબર સેલ દ્વારા એક વેબસાઇટ દ્વારા ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવવાના કેસમાં સાગર જૈન ઉર્ફે સેન્ડી, તેના ભાઈઓ કપિલ જૈન, હેમંત જૈન અને ધર્મેન્દ્ર જૈનને આરોપી બનાવ્યા હતા. જેમાંથી સેન્ડીની ધરપકડ હજુ પણ થઈ નથી તે ફરાર છે. 

એસઆઈટીના ચીફ એએસપી રાજેશ રઘુવંશી, ટીઆઈ તેહિબીબ કાઝી, વિજય સિસોદીયાએ આ મામલે અલગ પૂછપરછ કરી હતી અને તેમાં મુંબઈ અને સુરતના એજન્ટો મળી આવ્યા હતા. આ લોકો નોકરીના નામે ફ્રોડ કરીને બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં છોકરીઓને લાવે છે અને પછી તેમની પાસે દેહ વેપાર અને ડ્રગનો વ્યવસાય પણ કરાવે છે. 

બાતમીના આધારે મુંબઇ અને આંધ્રપ્રદેશની પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી તેમની કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી બાદ મુંબઇમાં મોટી સંખ્યામાં છોકરીઓ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવી છે.  

આ મામલે માહિતી આપતાં ડીઆઈજી હરીનારાયણચારી મિશ્રાના જણાવ્યા અનુસાર સુરતની લિંક મળ્યા બાદ એક ટીમ ત્યાં તપાસ કરી રહી છે. સાગર જૈન પણ ડ્રગની હેરાફેરીમાં સામેલ છે.


જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈન્દોરના વિજયનગર પોલીસે દેહવ્યાપારનો ધંધો કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 13 યુવતીઓને મુક્ત કરાવી જેમાંથી કેટલીક તો સગીર છે. પોલીસે આ મામલે 10 લોકોની ધરપકડ કરી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application