આ વખતે દેશમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક વિભાગો દ્વારા ડ્યુટી પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત બીજા વર્ષે ગુજરાતે બાજી મારી છે, પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ નંબર વન બન્યો છે અને પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે આવ્યો છે, ઉપરાંત જ્યુરીની ચોઈસમાં પણ ધોરડોની થીમના ટેબ્લોએ બીજું સ્થાન મેળવ્યું છે.
આ વખતે ગણતંત્ર દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હતા. ભારત અને વિદેશના મહેમાનોએ પણ આ ઝાંખીઓનો આનંદ માણ્યો હતો. જ્યાં એક તરફ ઘણા રાજ્યોએ તેમની ઝાંખી રજૂ કરી, તો બીજી તરફ કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો અને વિભાગોની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી. તેમાંથી આ વખતે સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઇનામ મળ્યું છે. તો અલગ અલગ રાજ્યની ઝાંખી માટે ‘MyGov Platform’ દ્વારા ટેબ્લોની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ કરાવવામાં આવ્યું હતું. 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ 32 % વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો છે.
ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે. ટેબ્લોએ આ સરહદી ગામને ગુજરાતના પ્રવાસન વિકાસના વૈશ્વિક પ્રતીક તરીકે રજૂ કર્યું હતું. કચ્છના રણના પ્રવેશદ્વાર તરીકે જાણીતું, ધોરડો ખાસ કરીને તેના પરંપરાગત હસ્તકલા, લોક સંગીત અને વાર્ષિક રણ ઉત્સવ માટે પ્રખ્યાત છે. ધોરડો એક એવું સ્થળ છે જે પરંપરા, પર્યટન અને ટેક્નોલોજીનું અનોખું મિશ્રણ દર્શાવે છે અને 'વિકસિત ભારત'ના સારને વ્યાખ્યાયિત કરે છે.
તાજેતરમાં યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તેને સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો છે. તેની ઝલક ઝાંખીમાં સ્પષ્ટ દેખાતી હતી જેમાં ધોરડોના પરંપરાગત 'ભૂંગા' ઘરો, સ્થાનિક હસ્તકલા, રોંગન કલા, ટેન્ટ સિટી વગેરે દર્શાવવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ડ્યુટી પાથ પર જ્યારે ઝાંખી લાવવામાં આવી ત્યારે પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ ગરબા પણ રમ્યા હતા. આ ઝાંખી પરંપરાગત પોશાકમાં એક વિદેશી પ્રવાસીને ડિજિટલ પેમેન્ટ કરતા બતાવે છે, જે સરહદી ગામમાં તકનીકી પ્રગતિનું પ્રતીક તરીકે દર્શાવાયું છે. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે. રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને ગૌરવ સન્માન મળ્યું છે.
પીએમ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ૨૯ જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમ જ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે આ એવોર્ડ માહિતી નિયામક ધીરજ પારેખ સાથે સ્વીકાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech