કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સજ્જ: મુખ્યમંત્રી વિજય રૂપાણી

  • July 26, 2021 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓકિસજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ પાણી  વચ્ર્યુઅલ ઉપસ્થિતિ રહ્યા હતા.

 


પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી કાર્યાન્વિત કરાયેલી  ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની ટેન્કનુ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી વિજયભાઇ આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓકિસજનનુ મહત્વ અને જરીયાત સમજાવી દીધા છે.

 


 ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં  સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને  સેવા સંસ્થાઓના સહયોગથી  આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા પે ઓકિસજનની સંભવિત જરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.  

 


રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની પીયા ૭૫ લાખના ખર્ચે ઓકિસજન ટેન્કનુ નિમાર્ણ થયુ તે અંગે મુખ્યમંત્રીએ આભાર વ્યકત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યુ હતુ.

 


ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર ના મુકાબલા માટે સ છે તેમ પણ મુખ્યમંત્રએ જણાવ્યું હતુ.  કોરોના હજી ગયો નથી . આપણ સૌ એ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે.

 

આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ  કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓકિસજનની જરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓકિસજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, ભાઇશ્રીએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપની ના સૌ સાધકો અને વચ્ર્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.    

 


આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પ્રાસંગિક પ્રવચન કયુ હતું.અને  કલેકટરે શાબ્દિક સ્વાગત કયુ હતું.સાંસદ રમેશભાઇ ધડુક તથા રામભાઇ મોકરીયા વચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.

 


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોશી,  નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, પ્રાંત અધિકારી  કે.વી.બાટી, સિવિલ સર્જન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ અને તબિબો તેમજ સાંદિપની સંસ્થાના દાતાઓ તેમજ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS