ગુજરાતની પોતાની ઝાયકોવ-ડી વેક્સિન ટૂંકસમયમાં બજારમાં આવે તેવી સંભાવના

  • May 07, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રીજા તબક્કાના ટ્રાયલ પછી ઝાયડસ ફામર્િ કંપ્નીએ તેની વેક્સિનના ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી માગી છે, માસાંતે લોકો લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે

 કોરોના સંક્રમણથી રક્ષણ આપતી ગુજરાતની પોતાની ઝાયકોવ-ડી વેક્સિન ટૂંકસમયમાં બજારમાં આવે તેવી સંભાવના છે. આ વેક્સિન બનાવતી કંપ્ની ઝાયડસ કેડિલાએ ત્રીજા તબક્કાના ટ્રાયલ પછી ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી માગી છે.

 


અત્યારે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વધુને વધુ લોકોને ઝડપથી વેક્સિન મળે તેવા પ્રયાસો કેન્દ્રની સાથે ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે ગુજરાતની ઝાયડસ કંપ્ની દ્વારા કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. જો કેન્દ્ર સરકારની સંસ્થા આ વેક્સિનને મંજૂરી આપશે તો ગુજરાત સહિત દેશના કરોડો લોકોને ઝાયકોવ-ડી વેક્સિન આસાનીથી મળી શકશે. ઝાયડસ કંપ્નીએ આ વેક્સિનના પ્રતિ માસ એક કરોડ ડોઝ બનાવવાની તૈયારી દશર્વિી છે.

 

 


દેશમાં અત્યારે કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હવે રશિયાની સ્પુટનીક-વી ને પણ ભારતમાં વાપરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો ઝાયડસની ઝાયકોવ-ડી ને મંજૂરી અપાશે તો ત્રીજી વેક્સિન હશે કે જે લોકોને આપી શકાશે.

 


મહત્વની બાબત એવી છે કે ઝાયડસ કેડિલાની વેક્સિનને હજી બજારમાં થોડી વાર લાગશે પરંતુ આ વેક્સિન બાળકોને પણ આપી શકાશે. ગુજરાતની ખ્યાતનામ ફામર્િ કંપ્ની ઝાયડસની ઝાયકોવ-ડી મે મહિનાના બીજા ભાગમાં કે જૂન મહિનામાં આવી રહી છે. આ વેક્સિન બાળકો પણ લઇ શકશે.

 

 


કોવિડ સામે લડવા માટેની આ વેક્સિન થર્ડ જનરેશન ડીએનએ આધારિત છે અને ઝાયડસ તેના 15 કરોડ જેટલા ડોઝ તૈયાર કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વેક્સિન લોંચ થયા પછી તેનું ઉત્પાદન બમણું કરવાની કંપ્નીની તૈયારી છે. હાલ દેશમાં બાળકો માટે કોરોનાની કોઇ વેક્સિન ઉપલબ્ધ નથી ત્યારે ઝાયડસ કેડિલાએ આ વયજૂથ માટે પણ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કયર્િ છે.

 


ઉલ્લેખનીય છે કે સાર્સ કોવ2 વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનનું કેડિલા હેલ્થકેર ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયું છે, જેમાં બાળકો અને પુખ્તવયના લોકો સાથે કુલ 28000 વોલિયન્ટરોએ ભાગ લીધો હતો. દેશભરના 40 કેન્દ્રોમાં આ ટ્રાયલ પૂર્ણ થઇ છે. સુરક્ષા અને ક્ષમતાની દ્રષ્ટીએ ઝાયડસને પહેલા બે ફેઝમાં આશાસ્પદ પરિણામ મળ્યાં છે. બીજા ફેઝના ટ્રાયલમાં 12 થી 18 વર્ષના વોલિયેન્ટરોનો સમાવેશ કર્યો હતો.

 

 


કંપ્નીના અધિકારીએ કહ્યું હતું કે અમે ડ્રગ્સ ક્ધટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરી વેક્સિન લોંચ કરવાની મંજૂરી મેળવવામાં પ્રયત્નશીલ છીએ. ઝાયડસની નવી વેક્સિન દુખાવા વિના આપી શકાશે અને તેને ફ્રીઝમાં બે થી આઠ ડીગ્રી તાપમાનમાં સાચવી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ 56 દિવસમાં આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS