વર્ક ફ્રોમ હોમની જેમ સ્ટડી ફ્રોમ હોમ, ડિજીટલ પ્લેટફોર્મ વડે અહીં શાળાના 13000 બાળકો કરે છે અભ્યાસ

  • April 07, 2020 06:12 PM 646 views

 

કોરોના વાયરસના પગલે શાળામાં ભણતા બાળકોને માસ પ્રમોશનથી પાસ તો કરી દેવાયા પરંતુ હાલના સમયનો સદઉપયોગ કરવા માટે અભ્યાસ કરાવવો પણ જરૂરી છે. આ વાતને ધ્યાનમાં લઈ ધ્રાંગધ્રા તાલુકાની શાળાઓમાં સ્ટડી ફ્રોમ હોમ શરુ કરાયું છે. જેમાં બાળકોને ડિજીટલ પ્લેટફોર્મથી જોડી અને અભ્યાસ કરાવવામાં આવે છે. 
 

અહીં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સેલ્ફ લર્નીંગ મટીરીયલની પીડીએફ કોપી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે, ધાંગધ્રા તાલુકાની શાળાઓમાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવામાં આવ્યો છે. તાલુકાના વસાડવા, જસમતપુર, પૃથુગઢ, ગાજણ વાવ જેવી શાળાઓમાં અંદાજે 13,000 બાળકોને શાળાના શિક્ષકો વોટ્સ એપ ગૃપ દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપી શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. 

 

બાળકોએ કરેલા અભ્યાસ અને લેખનના ફોટો, વીડિયો શાળાએ બનાવેલા ગૃપમાં મુકવામાં આવે છે. બી.આર.સી.ધ્રાંગધ્રા અને તમામ સી.આર.સી.સતત શાળાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે. વસાડવા  પ્રા.શાળાએ ધો.3 થી 5 અને ધો.6 થી 8 નું વોટ્સએપ ગૃપ બનાવેલ છે. જેમાં મોટાભાગના બાળકોને join કરવામાં આવેલ છે.  વધુમાં શાળાના આચાર્ય દ્વારા બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે માટે ગૂગલ ફોર્મનો ઉપયોગ કરીને ઓનલાઈન ક્વિઝ બનાવીને દરરોજ ગ્રુપમાં મૂકવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application