ગુજરાતના ઉધોગો ચીનને મ્હાત કરશે, ચાઇનીઝ જેવાં પ્લાસ્ટીકના રમકડાં બનાવશે

  • June 27, 2020 10:33 AM 857 views


ચીનનું ડમ્પીંગ બધં કરાવવા સસ્તુ રો–મટિરિયલ, ઝડપી કન્ટેનર સર્વિસ, ડુટી ડ્રોબેક જેવા પ્રોત્સાહનો માટે ગુજરાતના પ્લાસ્ટીક એસોસિયેશન દ્રારા કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત

ભારત અને ચીન વચ્ચેના સબંધોમાં તિરાડ પડી છે ત્યારે ચાઇનીઝ રમકડાં અને પ્લાસ્ટીકની અન્ય સસ્તી ચીજવસ્તુઓ કે જે ચીન અને વિદેશથી ખડકાઇ રહી છે તેને બધં કરવા માટે સ્થાનિક ઉધોગોને વધારે પ્રોત્સાહન આપી ચાઇનીઝ જેવાં અને સસ્તાં રમકડાં ભારતમાં બને તે દિશામાં સરકાર કાર્યવાહી કરી રહી છે.


ભારત અને ગુજરાતના બજારમાં ઠલવાઇ રહેલો ચાઇનીઝ માલ બધં કરીને સ્થાનિક ઉત્પાદન વધારવામાં આવશે ત્યારે સ્થાનિક રોજગારીનો નવો વિકલ્પ ઉભો થશે. દેશમાં પ્લાસ્ટિકના ઉત્પાદનો ગુણવત્તાસભર, સસ્તા અને ટકાઉ બને અને પ્લાસ્ટિકની નિકાસ વધે તે માટે કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવિયા અને સદાનદં ગૌડાની હાજરીમાં ઉધોગજૂથ અને પ્લાસ્ટિક એસોસિયેશનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઇ હતી જેમાં ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસિયેશન (જીએસપીએમએ) એ પણ હિસ્સો લીધો હતો.


આ એસોસિયેશનના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અમે મંત્રીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે દેશમાં માળખાગત ક્ષેત્રે હજુ કેટલીક સગવડો ખૂટે છે. સ્થાનિક સ્તરે રો–મટિરિયલ મોંઘા ભાવે મળે છે. અમને તે આંતરરાષ્ટ્ર્રીય ભાવે મળવું જોઈએ, જેથી આંતરાષ્ટ્ર્રીય સ્પર્ધામાં ટકી શકાય. અત્યારે કોઈ રાયમાંથી કન્ટેનર મોકલીએ તો દસ દિવસમાં પહોંચે છે. આ સમયગાળો ઘટવો જોઈએ. આ ઉપરાંત પ્લાસ્ટિક ઉધોગને ડુટી ડ્રોબેક જેવા નિકાસલક્ષી પ્રોત્સાહનો આપવાં જોઈએ.


ગુજરાતના એસોસિયેશને કેન્દ્રમાં એવી પણ રજૂઆત કરી હતી કે, અમને આધુનિક પ્લાસ્ટિક મશીનરીની આયાત કરવા દેવી જોઈએ અને તેના પર ડૂટી ન લેવામાં આવે. સ્થાનિક સ્તરે પ્લાસ્ટિક મશીનરી ઉત્પાદકોએ આયાતી મશીન પર ૧૫ ટકા કોવિડ ટેકસ લાદવાની માગણી કરી છે પણ સ્થાનિક કંપનીઓ સમયસર મશીન આપી ન શકતી હોવાથી લેટેસ્ટ ટેકનોલોજીની આયાતને મંજૂરી આપવામાં આવે તો અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઊભા રહી શકીએ. આયાતી મશીન પર ડૂટી ફ્રી હોવી જોઈએ. કારણ કે સાં લેટેસ્ટ મશીન હશે તો સારી પ્રોડકટ બનાવી નિકાસ કરી શકાશે.


ગુજરાતના પ્લાસ્ટિક ઉત્પાદક એકમના અગ્રણીએ કહ્યું હતું કે દેશભરમાં ચાઇનીઝ માલ સામે દેખાવો અને આયાત રોકવા માંગ ઊઠી રહી છે તેવા સંજોગોમાં પ્લાસ્ટિકના ચાઇનીઝ માલ સામે ભારતમાં ઉત્પાદિત માલ સસ્તો અને સારો બને તે દિશામાં ઉધોગો અને ભારત સરકાર પ્રયત્ન હાથ ધરી રહી છે.


પ્લાસ્ટિક ઉધોગ દ્રારા ડૂટી ડ્રો બેક સંદર્ભે એવી રજૂઆત કરાઈ હતી કે, નિકાસની સામે ડૂટી ડ્રોબેક આપવો જોઈએ. એટલું જ નહીં સ્થાનિક રો–મટિરિયલ ખરીદનારાને દોઢ ગણી ડૂટી ડ્રો બેક આપવી જોઈએ જેને પગલે સ્થાનિક પોલિમર બનાવતી કંપનીઓને તેમનું રો–મટિરિયલ નિકાસ કરવાને સ્થાને ભારતમાં જ વેચાય અને તેનો લાભ નિકાસકારોને મળે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application