ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયેલા 615 નવા કેસમાંથી 11 દર્દી કચ્છ આર્મી કેન્ટોન્મેન્ટના, 18 દર્દીના મોત : કુલ કેસ 30773

  • June 27, 2020 08:23 PM 1211 views

 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 615 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ 603 દર્દી રાજ્યના વિવિધ જિલ્લાના છે જ્યારે 11 દર્દી કચ્છ આર્મી કેન્ટોન્મેન્ટના છે. આજ રોજ 379 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 18 દર્દીના અવસાન થયા છે.

 

રાજ્યમાં હાલ 6566 એક્ટિવ કેસ છે તેમાંથી 6497 દર્દી સ્ટેબલ છે જ્યારે 69 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22,417 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 1790 દર્દીના મૃત્યુ થયા છે.

 

 છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે જો કે સારી વાત એ કહી શકાય કે રાજ્યમાં હવે દર્દીઓના રીકવરી રેટ અને કેસનો ડબલીંગ રેટ વધી રહ્યો છે. જ્યારે ડેથ રેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

 

 અગાઉ રાજ્યમાં રીકવરી રેટ 69.40 ટકા હતો જે હવે 73.08 ટકા થયો છે અને ડબલીંગ રેટ જે અગાઉ 15 દિવસનો હતો તે હવે 28 દિવસનો થયો છે.

 

નવા નોંધાયેલા કેસનું બ્રેકઅપ

 

અમદાવાદ કોપોરેશન 197

સુરત કોપોરેશન 174

વડોદરા કોપોરેશન 36

નવસારી 21

મહેસાણા 16

અમદાવાદ 14

વડોદરા 11

આણંદ 11

કચ્છ 11

સુરત 10

ભાવનગર કોપોરેશન 8

રાજકોટ કોપોરેશન 8

ગાંધીનગર 8

ભરુચ 8

સાબરકાંઠા 7

સુરેન્રનગર 7

છોટા ઉદેપુર 7

ભાવનગર 6

જામનગર કોપોરશન 5

અરવલ્લી 5

પંચમહાલ 5

વલસાડ 5

રાજકોટ 4

ખેડા 3

નર્મદા 3

અમરેલી 3

મોરબી 3

જુનાગઢ કોપોરેશન 2

પાટણ 2

બોટાદ 2

જામનગર 2

ગીર-સોમનાથ 2

દાહોદ 2

જુનાગઢ 2

ગાંધીનગર કોપોરેશન 1

બનાસકાંઠા 1

મહીસાગર 1

તાપી 1

અન્ય રાજ્ય 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application