જામનગરના સિદ્ધાર્થનગર, બાવરીવાસ, જોગણીનગર, દેવનગર વિસ્તારના કુલ 140 મકાનોના ડીમોલેશન સામે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે.
રેલવે ના સિનિયર સેક્સન ઈજનેર હાપા દ્વારા દિગજામ સર્કલ પાસે આવેલ સિદ્ધાર્થનગર, બાવરીવાસ, જોગણીનગર, દેવનગર વિસ્તારના 250 જેટલા મકાનોધારકોને ઘર ખાલી કરી દેવા અને જમીન ખાલી કરી દેવા બાબતે નોટિસ આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ જમીન રેલવે વિભાગ ની માલિકીની છે. જેથી નોટિસ ના અનુસંધાને વિસ્તારના લોકો દ્વારા રેલવે વિભાગ, કલેકટર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આ વિસ્તારના લોકોનું પુનઃવર્સન કરવાની માંગણી કરવામાં આવી હતી.
તેમજ વિસ્તારના લોકો દ્વારા જામનગર ના સાંસદસભ્યશ્રી પૂનમબેન માડમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સાંસદસભ્યશ્રી દ્વારા ચિંતિત લોકોને સાંત્વના આપવામાં આવી હતી અને વિસ્તારના લોકોના પુનઃવર્સન કરવાની માંગણી બાબતે DRM (ડીવીઝનલ રેલવે મેનેજર રાજકોટ ) ને ભલામણ કરી હતી. તેમજ પુનઃવર્સનની માંગણી કાયદાકીય રીતે યોગ્ય છે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
વિસ્તારના લોકો દ્વારા તેમની પુનઃવર્સનની માંગણી અનુસંધાને તેમજ રહેઠાણના હકના રક્ષણ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રેલવે વિભાગ, કલેકટરશ્રી, તેમજ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવામાં આવી હતી સાથે સાથે હાલ ડિમોલેશનની કાર્યવાહી સામે મનાઈ હુકમ ફરમાવામાં આવ્યો છે. આ વિસ્તારના લોકો વતી ગુજરાત હાઇકોર્ટમાં એડ. મંગલ ગઢવી રોકાયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech