રહો તૈયાર : ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં હજુ  મોટા પ્રતિબંધ થઈ શકે છે જાહેર

  • March 19, 2021 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ગુજરાતમાં પણ વધતાં જતા કોરોનાના કેસને લઈને સ્થિતિમાં કોઈ સુધારો નથી જણાયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1200થી વધુ નવા કેસ નોંધાયા છે. હાલના સમયમાં સંક્રમણ મામલે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સ્થિતિ ચિંતાજનક છે. અહીં મોટા પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે. 

 

 

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને પહોંચી વળવા સરકાર પણ આંકરા નિર્ણય લઈ રહી છે. રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે. રસીકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપી દેામાં આવ્યા છે. જો કે હાલ તો રાજ્યમાં લોકડાઉનની કોઇ વાત નથી પરંતુ સરકાર કોરોનાના કેસ વધતાં હજુ કેટલાક પ્રતિબંધ જાહેર કરી શકે છે.

 

 

રાજ્યમાં રાત્રી કરફ્યુ અને માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના ધારાધોરણોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. ભીડ-ભાડવાળા વિસ્તારોમાં કડકાઇથી કામ લેવામાં આવશે. આ ઉપરાંત હજુ પણ કેટલાક મોટા પ્રતિબંધો જાહેર થવાની સંભાવના છે. કારણ કે ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા સરકાર દ્વારા આજે હાઇ લેવલની મિટિંગ યોજવાાં આવી છે.

 

 

આ બેઠકમાં રાજ્યમાં રસીકરણની ઝડપ વધારવા અને સંક્રમણને અટકાવવાના ઉપાયો પણ નક્કી કરવામાં આવશે. આ સાથે જ ચર્ચાઓ છે કે રાજ્યમાં કોરોના બેકાબુ થતાં સરકાર હજી પણ કેટલાક મોટા પ્રતિબંધ લગાવી શકે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS