રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકોને માસિક 4000 હજારની સહાય, ભરણપોષણનો ખર્ચ ભોગવશે સરકાર

  • May 29, 2021 08:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ માતાપિતાના બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિને બાળક દીઠ રૂપિયા 4000 માસિક સહાયતા અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 6000 રૂપિયા બાળકને અપાશે. આવા બાળકોને વિદેશ અભ્યાસ માટે મદદ કરવામાં આવશે. 

 

રાજ્ય સરકારની આ જાહેરાત અનુસાર કોરોનાના કારણે માતાપિતા ગુમાવનાર અને નિરાધાર થયેલા બાળકોની ચિંતા કરી કેન્દ્ર સરકારે સંવેદના દાખવી છે. ત્યારે રાજ્ય સરકાર પણ આવા બાળકો માટે વિશેષ યોજના આવતી કાલથી જ શરુ કરી દેવામાં આવશે. 

 

જે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોના ભરણપોષણ, આરોગ્ય, રોજગારીનું ધ્યાન રાજ્ય સરકાર રાખશે. આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી બાળક દીઠ 4000 માસિક સહાયતા અપાશે. 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 24 વર્ષ સુધી બાળકોને 6000 રૂપિયાની સહાય અપાશે. 

 

જે બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું થાય તો આવકની મર્યાદામાંથી મુક્તિ અપાશે અને રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ માટેની લોનની યોજનામાં આ બાળકોને અગ્રતાક્રમ અપાશે. લોનની રકમની મર્યાદામાંથી પણ આ બાળકોને મુક્તિ અપાશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરનાર આવા બાળકોની 50 ટકા ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે. 

 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS