ખેડૂતોને આ પારદર્શક ખરીદી પ્રક્રિયામાં કોઈ જ  ફરિયાદો નથી : મંત્રી જયેશ રાદડિયા

  • March 11, 2021 08:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ડાંગર-બાજરીની ટેકાના ભાવે ખરીદી અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં સહભાગી થતા મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ટેકાના ભાવે થતી અનાજની ખરીદી સંપૂર્ણ પારદર્શક અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે. 

    

 

છેલ્લાં ચાર વર્ષમાં લાખો ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ખેડૂતોને આ પારદર્શક ખરીદી પ્રક્રિયામાં કોઈ જ  ફરિયાદો નથી. સમગ્ર ખરીદી પ્રક્રિયા નાફેડ દ્વારા કરવામાં આવે છે તે માટે નિયત નીતિ નિયમો બનાવાયેલા છે. તેના આધારે યોગ્ય ગુણવત્તાને આધારે ખરીદ પ્રક્રિયા થાય છે તેવું મુખ્યમંત્રી એ ઉમેર્યું હતુ. 
    

 

ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહકોની બાબતના મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદી માટે અમારી સરકારે ગામના ખેડૂતો માટે પારદર્શક વ્યવસ્થા બનાવી છે. ખેેડૂતોની ઓનલાઈન નોંધણી કર્યાં બાદ ગ્રામ્યકક્ષાએથી VCE મારફતે નોંધણી કરાવી દેવામાં આવે છે. એટલું જ નહી ખરીદી પ્રક્રિયામાં SMS મારફતે ખેડૂતોને જાણ પણ કરવામાં આવે છે. ખેડા અને નડિયાદ જિલ્લામાં APMC દ્વારા બાજરી-ડાંગરની ખરીદી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ અને પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી એ ઉમેર્યું કે, આવી એક પણ ફરિયાદ ખેડૂતો તરફથી મળી નથી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS