ગોંડલ નગર પાલિકામાં તમામે તમામ ૪૪ બેઠકોમાં ભાજપ ની જીત: અન્ય પક્ષો એ ખાતું પણ નથી ખોલ્યુ

  • March 02, 2021 02:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે આવશે. મતગણતરી સ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સવારે 8 કલાકથી બેલેટ પેપરથી મતગણતરી શરુ થઈ ગઈ હતી. કુલ 8473 બેઠકોમાંથી 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાંથી 237 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અહીં તાલુકા પંચાયતમાં 2 બેઠક પર કોઈ આવેદન નથી કરવામાં આવ્યું. ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ચૂંટણીમાં રવિવારે 60 ટકાથી વધુ મતદાન થયું હતું. 

 

ચૂંટણી પરિણામની લાઈવ અપડેટ્સ

 

- ખંભાળિયા નગર પાલિકામાં વોર્ડ નં-6માં ભાજપની પેનલ વિજેતા

- ખાંભા જિ. પંચાયતની બેઠક પર ભાજપના  નીતાબેન અરવિંદભાઈ ચાવડા ની જીત

- ગોંડલ નગર પાલિકામાં તમામે તમામ ૪૪ બેઠકોમાં ભાજપ ની જીત: અન્ય પક્ષો એ ખાતું પણ નથી ખોલ્યુ

- કાલાવાડની ખરેડી બેઠક પર પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલના પત્નીની જીત

- નિકાવાની જિ. પં. બેઠક પર કોંગ્રેસના પૂર્વ કારોબારી ચેરમેન જે.પી.મારવિયા વિજેતા

- કેશોદ નગરપાલિકામાં ભાજપનું શાસન: કુલ 36 બેઠકોમાં ભાજપનો 30, કોંગ્રેસનો 6 બેઠકો પર વિજય

- સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર-3 ભાજપની પેનલનો વિજય

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS