ગુજરાતનાં મોત વિશ્વમાં સૌથી વધુ હતાં: આંકડો છૂપાવાયો

  • August 27, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્વર્ડના રિસર્ચરોનો દાવો, ૨૦૨૧ના એપ્રિલ માસમાં અપેક્ષા કરતા ૪૮૦ ટકા વધુ મૃત્યુ થયાનો ધડાકો, દુનિયામાં એક માસમાં સૌથી વધુ મૃત્યુ


કોરોનાવાયરસ મહામારીનો દોર લંબાયો છે અને બીજી લહેર દરમિયાન કેસ અને મૃત્યુના દરમાં વધારો થયો હતો અને કેટલાક રાયોમાં મોતના આંકડા છૂપાવવામાં આવ્યાના અહેવાલો બહાર આવ્યા હતા અને હવે એ જ રીતે  ગુજરાતમાં પણ મૃત્યુ ના આંકડા છુપાવવામાં આવ્યા હતા તેવો ધડાકો હાર્વર્ડના રિસર્ચરો દ્રારા કરવામાં આવ્યો છે તેમ ટેલિગ્રાફ ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

 


ગુજરાતમાં ૨૦૨૧ ના એપ્રિલ માસ દરમિયાન સત્તાવાર મૃત્યુ ના આંકડા કરતા ૪૮૦ ટકા વધુ મૃત્યુ થયા હતા પરંતુ આ આંકડો છુપાવવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જે રાય સરકારોના આંકડા પર નિર્ભર રહે છે તેણે ગુજરાતમાં કુલ મૃત્યુઆકં ૧૦,૦૮૦ દર્શાવ્યો છે.

 


ટેલિગ્રાફ ના રિપોર્ટ મુજબ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ થી થયેલા મૃત્યુના આંકડાઓ છૂપાવવામા આવ્યા છે અને રિસર્ચરો દ્રારા એમ શોધી કાઢવામાં આવ્યું છે કે ગુજરાતની ૧૬૨ નગરપાલિકાઓમાં થી ૫૪ નગરપાલિકાઓ ના આંકડા સમગ્ર રાયની સત્તાવાર મૃત્યુની સંખ્યા કરતા ઘણા વધુ છે.
હાર્વર્ડના રિસર્ચરો ના રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં એક માસમાં સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં એપ્રિલ ૨૦૨૧માં નોંધાયા હતા. એકવાડોર માં એપ્રિલ ૨૦૨૦માં ૪૧૧ ટકા જેટલી મૃત્યુ દરમાં વૃદ્ધિ રહી હતી અને એ જ રીતે પે માં ૨૦૨૧ ના એપ્રિલ માસમાં મૃત્યુનો દર ૩૪૫ ટકા જેટલો વધારો નોંધાયો હતો પરંતુ ગુજરાતમાં દુનિયાનો એક મહિનાનો સૌથી વધુ મૃત્યુ દર નીકળ્યો છે.

 


અહેવાલમાં જણાવ્યા મુજબ આ દરમિયાન એપ્રિલ મહિના ની શઆતમાં દૈનિક નવા કેસ ૨૪૦૦ થી છ ણા વધીને મહિનાના અંતમાં લગભગ ૧૪૦૦૦ થઈ ગયા હતા. સંશોધકોએ નાગરિક મૃત્યુ રજીસ્ટર પરથી ડેટા લીધો હતો અને તેમણે એમ પણ કહ્યું કે માર્ચ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૧ ની વચ્ચે ૫૪ નગરપાલિકાઓમાં લગભગ ૧૬૦૦૦ વધુ મૃત્યુ થયા છે.

 


જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્રારા મૃત્યુના આંકડાઓએ વધુ હોવાના દાવાને પડકારવામાં આવ્યો છે અને એમ કહ્યું છે કે કેટલાક મૃત્યુ ના કેસ મીસ થયા હશે. કેન્દ્ર દ્રારા તમામ રાજ્યોને મિસ થયેલા મૃત્યુ બારામાં ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS