ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 398 નવા કેસ, 176 દર્દી ડીસ્ચાર્જ : રાજ્યના કુલ કેસ 12,539

  • May 20, 2020 08:06 PM 1101 views

 

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થવાનો ક્રમ યથાવત છે. આજે પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યના કુલ કેસ 12539 થયા છે. છેલ્લા 24 કલાકમાં  30 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે  આજે ડિસ્ચાર્જ થયેલા  દર્દીની સંખ્યા 176 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા કુલ દર્દીની સંખ્યા  5219 થઈ છે. 

 

આજે નોંધાયેલા કેસમાં 271 કેસ અમદાવાદના છે, સુરતમાં 37, વડોદરા 26, મહીસાગર 15, પાટણ 15, કચ્છ 5, ગાંધીનગર 3, સાબરકાંઠા 3, નવસારી 3, સુરેન્દ્રનગર 3, બનાસકાંઠા-આણંદ-ખેડા-વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે જ્યારે જામનગર-ભરુચ- દાહોદ-જૂનાગઢમાંથી 1-1 કેસ નોંધાયો છે. જ્યારે એક કેસ અન્ય રાજ્યનો છે. હાલ જે એક્ટિવ દર્દી રાજ્યમાં છે તેમાંથી 6524 દર્દી સ્ટેબલ છે જ્યારે 47 દર્દી વેન્ટીલેટર પર છે. 

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application