ગુજરાતમાં નોંધાયા નવા 510 કેસ, 344 દર્દી ડીસ્ચાર્જ : રાજ્યના કુલ કેસ 19,119

  • June 05, 2020 07:39 PM 817 views

 

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 510 કેસ નોંધાયા છે. આ સાથે જ 344 દર્દી સારવાર બાદ ડીસ્ચાર્જ થયા છે જ્યારે 35 દર્દીના નિધન થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 19,119 થઈ છે. 

 

આજે જે 35 દર્દીના નિધન થયા છે તેમાં 30 દર્દી અમદાવાદના હતા, જ્યારે સુરતના 2 અને ભાવનગર તેમજ સુરેન્દ્રનગર ખાતેના 1-1 દર્દીનું નિધન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1190 દર્દીના મોત નીપજ્યા છે. 

 

હાલ જે દર્દીઓ સારવારમાં છે તેવા 4918 દર્દીમાંથી 4855 દર્દી સ્ટેબલ છે જ્યારે 63 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,011 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે. 

 

આજે નોંધાયેલા નવા કેસનું બ્રેકઅપ

અમદાવાદ - 324
સુરત - 67
વડોદરા - 45
ગાંધીનગર - 21
મહેસાણા - 9
પાટણ- 6
જામનગર - 6
વલસાડ - 5
ભાવનગર - 4
અમરેલી - 4
ખેડા - 3
ભરુચ - 3
સુરેન્દ્રનગર - 3
ડાંગ - 2
બનાસકાંઠા - 1
રાજકોટ - 1
અરવલ્લી - 1
સાબરકાંઠા - 1
છોટા ઉદેપુર - 1
જૂનાગઢ- 1
નવસારી - 1
દ્વારકા - 1
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application