રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 14,097 કેસ, 6479 દર્દી થયા સ્વસ્થ, 152 દર્દીના મોત

  • April 25, 2021 05:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં કોરોનાની સુનામીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 14,097 કેસ નવા કેસ નોંધાયા છે. જેની સામે 6479 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 152 દર્દીના મોત થયા છે. 

 

 

રાજ્યનો રીકવરી રેટ 76.38 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલના કોરોનાના દર્દીની સ્થિતિ પર નજર કરીએ તો હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 107594 છે જેમાંથી 396 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 107198 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્ય 367972 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 6171 દર્દીએ કોરોનાના કારણે અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. 

 

નવા નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન 5617, સુરત કોર્પોરેશન 2321, વડોદરા કોર્પોરેશન 523, રાજકોટ કોર્પોરેશનના 462 કેસ નોંધાયા હતા. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS