રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1340 કેસ, 7 દર્દીના મોત, વાંચો અન્ય વિગતો

  • November 19, 2020 08:02 PM 771 views

દિવાળીની મજા માણવા લોકોએ દાખવેલી બેદરકારીની અસર કોરોનાના કેસમાં જોવા મળી છે. રાજ્યમાં ફરી એકવાર 24 કલાકમાં 1300થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1340 નવા કેસ નોંધાયા છે જ્યારે 1113 દર્દી ડિસ્ચાર્જ થયા છે. થોડા સમય સુધી ડિસ્ચાર્જ થતા દર્દીની સંખ્યા નવા નોંધાતા કેસ કરતાં વધુ જોવા મળી હતી પરંતુ હવે નવા કેસની સંખ્યા વધી ચુકી છે. આ સમય દરમિયાન 7 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12677 છે જેમાંથી 12590 દર્દી સ્ટેબલ છે જ્યારે અન્ય 87ની હાલત ગંભીર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 176475 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 3830 દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો હવે 192982 થયો છે. 

કોરોનાના નવા કેસ
અમદાવાદ કોપોરેશન 230
સુરત કોપોરેશન 195
વડોદરા કોપોરેશન 106
રાજકોટ કોપોરેશન 85
મહેસાણા 53
બનાસકાંઠા 52
રાજકોટ 52
ગાંધીનગર કોપોરેશન 50
સુરત 44
વડોદરા 43
પાટણ 33
ગાંધીનગર 30
દાહોદ 28
ખેડા 28
મહીસાગર 24
જુનાગઢ કોપોરેશન 21
મોરબી 21
જામનગર 20
આણંદ 19
જામનગર કોપોરેશન 18
સાબરકાંઠા 18
અમરેલી 17
ભરૂચ 17
પંચમહાલ 17
અમદવાદ 16
કચ્છ 15
ભાવનગર કોપોરેશન 11
નમાદા 11
સુરેન્રનગર 11
અરિલ્લી 9
દેવભૂમી દ્વારકા 9
જુનાગઢ 9
ગીર સોમનાથ 8
પોરબંદર 7
છોટા ઉદેપુર 5
તાપી 3
બોટાદ 2
ભાવનગર 1
ડાંગ 1
નવસારી 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application