સાંજ સુધીમાં રાજ્યમાં નોંધાય વધુ 10 કેસ, કુલ સંખ્યા 175

  • April 07, 2020 07:42 PM 1938 views

 

રાજ્યમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસની વિગતો આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે બપોર બાદ આજે વધુ 10 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 6, સુરત 3, રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. આજે બે દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જેમાં વડોદરા અને ભાવનગરના દર્દીનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 175 થઈ છે. કોરોના વાયરસથી આજના દિવસમાં વધુ બે દર્દીના મોત નીપજ્યા છે. જેમાં સુરતના 65 વર્ષીય રમેશચંદ્ર રાણા જે બેગમપુરાના ઝાંપા બજારના રહેવાસી હતા તેમનું આજે નિધન થયું છે. અન્ય એક પાટણના દર્દીનું મોત નીપજ્યું છે. 

 

આજે મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું અને અંદાજે 1000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં જે શહેરોમાં હોટસ્પોટ જાહેર કરાયા છે ત્યાં 143 ટીમ કામ કરી રહી છે. તેવામાં લોકોને આરોગ્ય અગ્ર સચિવએ કહ્યું હતું કે આ ટીમોને લોકો સહકાર આપે અને કોઈ વાત છુપાવે નહીં. હાલ ગુજરાતમાં 1.55 લાખ લોકોને ક્લસ્ટર કોરોન્ટાઈન કરાયા છે. 

 

કયા શહેરમાં કેટલા નોંધાયા પોઝિટિવ કેસ

અમદાવાદમાં - 83  
સુરતમાં - 22 
ગાંધીનગરમાં - 13 
ભાવનગરમાં - 14 
વડોદરામાં - 12 
રાજકોટમાં - 11 
પોરબંદરમાં - 3 
ગીર સોમનાથમાં - 2
કચ્છમાં - 2 
સાબરકાંઠા -1
આણંદ - 1
પંચમહાલ - 1
મહેસાણા- 2
પાટણ- 5
છોટાઉદેપુર - 1
જામનગરમાં - 1
મોરબી- 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application