ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 38, અ'વાદમાં 1નું મોત

  • March 26, 2020 08:11 AM 337 views

 

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા 38 થઈ છે. રાજકોટ બાદ વડોદરામાં દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ સંખ્યા વધી છે. આ સાથે જ અમદાવાદના એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. આ પહેલા સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. ગુજરાતમાં કોરોનાના કારણે આ બીજા દર્દીનું મોત થયું છે. 

 

બુધવારએ રાજકોટમાં 40 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે  જ રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4 થઈ છે. આ ઉપરાંત વડોદરામાં પણ એક વ્યક્તિનો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી યુકેની છે. જો કે આ દર્દીના રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે અન્ય લેબમાં મોકલાયા છે.

 

અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 13 કેસ પોઝિટિવ, સુરતમાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, વડોદરામાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ નોંધાયો છે અને રાજકોટમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.