વડોદરામાં નોંધાયો કોરોનાનો ત્રીજો કેસ, રાજ્યમાં કુલ 8 કેસ

  • March 21, 2020 09:36 AM 654 views

કોરોના વાયરસનો વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ કેસ વડોદરામાં નોંધાયો છે આ સાથે જ વડોદરામાં પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર શ્રીલંકાથી વડોદરા આવેલા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની ઉંમર 56 હોવાનું બહાર આવ્યું છે. હાલ આ દર્દી સારવાર હેઠળ છે અને તેના સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રીનિંગ અને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.