ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો, સંખ્યા 29 થઈ

  • March 23, 2020 10:25 AM 3000 views

 

કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા અચાનક વધી ચુકી છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 29 થઈ છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 13, વડોદરા 6, સુરતમાં 4 , ગાંધીનગર 4, કચ્છમાં 1 અને રાજકોટમાં 1 કેસ પોઝિટિવ છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેવામાં સરકાર લોકોને સતત અપીલ કરી રહી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને લોકો સાથેનો સંપર્ક ટાળે. 

 

રાજ્યમાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ કેસની વિગતો પર નજર કરીએ તો અમદાવાદમાં સાઉદી અરેબિયાથી આવેલા બે લોકો કોરોનાના દર્દી છે. વડોદરામાં બે વ્યક્તિને કોરોના સંક્રમિત દર્દીથી ચેપ લાગ્યો છે. તેમાં 5 લોકોને ચેપથી કોરોના થયો છે. વડોદરામાં પણ બે વ્યક્તિને ચેપથી કોરોના થયો છે. અહીં પેરિસથી આવેલી 24 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ છે. અમદાવાદમાં એક 33 વર્ષીય યુવકને અને યુકેથી આવેલા યુવકને અને સાઉદી અરબથી આવેલા 85 વર્ષીય વૃદ્ધને પણ કોરોના છે.