ગુજરાતમાં નોંધાયા કોરોનાના વધુ 5 કેસ, કુલ 151 કેસ

  • April 07, 2020 10:06 AM 241 views

 

કોરોનાના કેસમાં આજે પણ વધારો નોંધાયો છે. આજે નોંધાયેલ 5 કેસમાં ભાવનગરમાં 1 અને સાબરકાંઠામાં એક કેસ ઉપરાંત અન્ય 3 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 151 થયા છે.  સાબરકાંઠામાં નોંધાયેલા કેસની વિગતો અનુસાર આ વ્યક્તિ મૂળ રાજસ્થાનનો છે અને હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવે છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય લોકોનું પણ સ્ક્રીનીંગ કરી તેમને કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે ભાવનગરમાં વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ નોંધાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application