ગુજરાતના કોરોના વોરિયર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાલે જન્મદિવસ

  • August 01, 2020 12:41 PM 761 views

ગુજરાત રાજ્યના કોરોના વોરિયર મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રમણીકલાલ રૂપાણીનો આવતીકાલે જન્મદિવસ છે. તા.૨-૮-૧૯૫૬ના રોજ જન્મેલા રૂપાણી આવતીકાલે ઝળહળતી રાજકીય કારકીર્દિ સાથે સફળ જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરીને ૬૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. 
પશ્ર્ચિમ રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટાતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલમાં વૈશ્ર્વિક મહામારી કોરોના સામે દિવસ-રાત લડત ચલાવીને ગુજરાતને કોરોનાથી બચાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર કે જૂનાગઢ જેવા મહાનગર હોય કે પછી ગુજરાત રાજ્યનું નાનામાં નાનું ગામ હોય દરેક ગુજરાતી કોરોનાથી સુરક્ષિત રહે તે માટે તેઓ સતત ચિંતાતુર છે. 


ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દરેક ગુજરાતીઓને તેમણે છ ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા, સેનેટાઈઝર-સાબુથી સતત હાથ ધોતાં રહેવા, સામાજિક અને ધાર્મિક સહિતના મેળાવડાઓ ટાળવા, બિનજ‚રી ઘર બહાર નીકળવાનું અને મુસાફરી કરવાનું ટાળવા, તંત્ર દ્વારા અમલી બનાવવામાં આવતાં નિર્દેશોનું ચુસ્ત પાલન કરવાની સંવેદનાસભર અપીલ કરી છે. દરેક ગુજરાતીને કોરોના વોરિયર બનવા અનુરોધ કર્યો છે. 


તરુણવયથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વિજયભાઈ રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિતની ભગીની સંસ્થાઓ તેમજ ભાજપના સંગઠન માળખામાં વોર્ડથી લઈ શહેર અને શહેરથી લઈ પ્રદેશ સુધી વિવિધ હોદ્દાઓ પર પ્રશંસનીય સેવાઓ આપી છે. રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટરપદેથી ચૂંટણીલક્ષી કારકીર્દિનો પ્રારંભ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, ગુજરાત સરકારમાં સંકલ્પ અમલીકરણ સમિતિના ચેરમેન, રાજ્યસભાના સાંસદ, પ્રદેશ પ્રમુખ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન, પાણી પૂરવઠા મંત્રી તરીકે પણ કાબીલેદાદ કામગીરી કરી ચૂક્યા છે. તેમના વડપણ હેઠળ છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતની લોકસભાની તમામ બેઠકો ભાજપ જીતતું આવ્યું છે. મુખ્યમંત્રીપદે આરુઢ થયા બાદ તેમણે નિર્ણાયક સરકાર, પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર અને પ્રગતિશીલ સરકારનું સૂત્ર આપ્યું હતું જે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. પુજિત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી તેઓ ગરીબ, નિરાધાર અને અનાથ બાળકો માટે જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો જોટો જડે તેમ નથી. જીવનસાથી અંજલીબેન ‚પાણીના સંપૂર્ણ સાથ-સહયોગથી તેઓ અનેક જરૂરિયાતમંદોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યા છે. વિજયભાઈ ‚પાણીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએથી જ તેમના પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે. જીવનના આગામી દિવસોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે અને ગુજરાતમાંથી કોરોનાને નેસ્તોનાબૂદ કરવામાં સફળતા હાંસલ કરે તેવી ‘આજકાલ’ પરિવારે શુભકામના પાઠવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application