ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન

  • May 16, 2021 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન નિધન થયું છે. 46 વર્ષીય રાજીવ સાતવને કોરોના થયો હતો. તેઓ પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમની તબિયત વધારે લથડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

 

રાજીવ સાતવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS