રાજકોટના પૂર્વ કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રનું નિધન, દોઢ માસથી દિલ્હી એઈમ્સમાં ચાલતી હતી સારવાર

  • June 19, 2021 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રનું આજે નિધન થયું છે. કોરોના સામે છેલ્લા દોઢ માસની લડાઈ બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લાં દોઢ માસથી તેમની સારવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ચાલતી હતી. તેઓ અહીં દાખલ હતા, છેલ્લા કેટલાક સમયથી તેઓ કોમામાં સરી પડ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

 

ગુરુપ્રસાદ મહાપાત્ર 1986ની બેચનાં IAS ઓફિસર હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે પણ સેવા આપી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર હતા. તેઓ કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. આ અગાઉ તેઓ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન રહ્યા હતા. તેઓ તેમની અસરકારક કામગીરી માટે જાણીતા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application