આજે ગુજરાતના આગામી 25 વર્ષના વિકાસના રોડ મેપની ઝલક દર્શાવતું આ બજેટ રજુ થઇ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગયા વર્ષે 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી.
ત્યારે નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. શરૂઆતમાં જ તેમણે રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત કચ્છના ધરતીકંપ બાદ થયેલા વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તે વિસ્તારને જીવનવંતુ બનાવ્યુ છે, આજે કચ્છ એક સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે.
વિધાનસભામાં રાજ્યના આગામી 25 વર્ષોનો રોડમેપ દર્શાવતુ 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.
કનું દેસાઈએ વધુમાં કહ્યુ કે વિકસિત ગુજરાત વર્ષ ૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 250 હજારની સહાય મળવાપાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech