રાજ્યની બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લેવાશે

  • March 03, 2021 02:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આજે બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે.

 

આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે.

 

આ યોજના માટે બજેટમાં સરકારે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરી છે.  આ સાથે જ વિવિધ સ્થળે નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS