કોવાક્ષીન-ટીએમના ફેઝ-3ના ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડીકલ કોલેજની પસંદગી

  • October 28, 2020 02:04 AM 1216 views

ભારત બાયોટેક ઈન્ટરનેશન લિમિટેડ. હૈદરાબાદ દ્વારા આઈસીએમઆર અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી, પુણેના પરામર્શમાં રહી સંપૂર્ણ રીતે સ્થાનિક કોવાક્ષીન-ટીએમ નામની કોરોનાની રસી વિકસાવી છે. આ રસીના ફેઝ-3ના ક્લિનીકલ ટ્રાયલ માટે ગુજરાતની 5 શૈક્ષણિક સંસ્થા સંલગ્ન હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે. આ રસીનું ટ્રાયલ હવે ગુજરાતમાં અમદાવાદની 4 અને ગાંધીનગરની 1 હોસ્પિટલ ખાતે કરવામાં આવશે.  

રસીનું ટ્રાયલ અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ, સોલા ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ચાંદખેડાની ડો એમ. કે. શાહ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર, એસ.જી.વી.પી મેડીકલ કોલેજમાં અને ગાંધીનગરની જીએમઈઆરએસ કોલેજ ખાતે થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application