ગુજરાત માટે રાહત : કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓના RT-PCR ટેસ્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી અપાઈ રજા

  • January 07, 2021 11:19 AM 1023 views

ગુજરાત રાજ્ય માટે આજે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જે દર્દીઓ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા હતા તે તમામના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા છે. 


આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બ્રિટનથી પરત ફરેલા ચાર ગુજરાતી પ્રવાસીઓ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત હતા. તેમની સારવાર અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ચાલી રહી હતી. સારવાર બાદ ચારેય દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ બે વખત કરવામાં આવ્યા જે બંને નેગેટિવ આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 


કોરોનાના નવા સ્ટ્રેન સંક્રમિત દર્દીઓમાં અમદાવાદના બે દર્દી, ભરૂચ અને દીવના દર્દીનો સમાવેશ થાય છે.  કોરોનાના નવા સ્ટ્રેનથી મુક્ત થયેલા આ  દર્દીઓએ હવે સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application