રાજ્ય સરકાર બાળકની સલામતિ સંબંધે બાંધછોડ કરશે નહીં અને છટકવા માંગતી નથી : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  • November 12, 2020 01:35 PM 1142 views

રાજ્યમાં 23 નવેમ્બરથી શાળાઓ શરુ થવા જઈ રહી છે ત્યારે સરકારે જાહેર કરેલા એસઓપીના નિયમો સંબંધે ભારે ચર્ચાઓ શરુ થઈ હતી. આ ચર્ચાઓ વચ્ચે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ આજે જણાવ્યું હતું કે સરકાર બાળકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરવા ઈચ્છતી નથી અને ન તો સરકાર તેની જવાબદારીમાંથી છટકવા માંગે છે. રાજ્ય સરકાર તેની જવાબદારી જાણે છે.  શાળાએ જવા માટે વાલીની લેખિત મંજૂરીની વાતએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી એસઓપીનો ભાગ છે. જેનું પાલન રાજ્યમાં પણ કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application