આતંકી હુમલાની દેહશત વચ્ચે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો એલર્ટ

  • October 28, 2020 11:34 AM 

ગુજરાતના સમુદ્રમાં શંકાસ્પદ હિલચાલ થવાની દેહસત વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત કોસ્ટગાર્ડે દ્રારા સમુદ્રમાં શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર ફિશરીઝ વિભાગ દ્રારા માછીમારોને લેખિતમાં જાણ કરી જણાવવામાં આવેલ છે કે, તારીખ 11 થી 23 સુધીમાં સમુદ્ર કિનારે શંકાસ્પદ હિલચાલ થઇ શકે છે. ગુજરાત કોસ્ટગાર્ડ દ્રારા ગુજરાત ફિશરીઝ વિભાગને આપેલી માહિતીના પગલે ફિશરીઝ વિભાગે સમુદ્રી માછીમારોને એલર્ટ કર્યા છે અને સમુદ્રમાં કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. એક તરફ કોરોના વાયરસ કહેરનો ભય ચાલી રહ્યો છે તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓના ઇનપુટના પગલે માછીમારોમાં ભય વ્યાપી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS