BREAKING NEWS

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો માટે ઉનાળાની ઋતુમાં હીટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • April 14, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો માટે ઉનાળાની ઋતુમાં હીટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર કરાઈ


જામનગર જિલ્લામાં હીટવેવની અસર વર્તાઈ રહેલ હોય હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે જરૂરી પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.


હીટવેવથી બચવા શું કરવું :



સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,ટીવી જુઓ તથા અખબાર વાંચો.પુરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, કેરીનો રસ, લીંબુ પાણી,છાશ વગેરેનો ઉપયોગ કરવો,જે શરીરને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા. બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો, તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો. ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનસેડનો ઉપયોગ કરી અને રાત્રીના સમયે બારીઓ ખોલવી. હિટસ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખો. માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને હુમલા, જો તમે બેભાન અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડોક્ટરને મળો. પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો. સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.


હીટવેવથી બચવા શું ન કરવું: 



તડકામાં બહાર જવાનું ટાળો ખાસ કરીને બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે.ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળો. બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો. ખુલ્લા પગે બહાર ન જાવ.પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો, રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખોલો. બાળકો અથવા પાલતું પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં કારણ કે તેઓ હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે.આલ્કોહોલ, ચા, કોકી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિકસ ટાળો, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે.ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.


આ બાબતે કોઈપણ મુશ્કેલી જણાય તો ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જામનગર ખાતે ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ તથા ટોલ ફ્રી નંબર-૧૦૭૭ પર સંપર્ક કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News