જીએસટી કાઉન્સિલ સ્ટીલના સ્ક્રેપ પરના દરમાં પાંચ ટકાનો ઘટાડો કરી શકે

  • September 11, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યારે તેના પર ૧૮ ટકા ટેક્સ લાગે છે, હિમાચલના મુખ્યમંત્રી સહિતના નેતાઓએ પત્ર લખીને રજૂઆત કરી

 

દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને અર્થતંત્રના અલગ અલગ સેકટરોમા હજુ પણ ભારે સંકટ દેખાઈ રહ્યું છે અને હવે ખાસ કરીને સ્ટીલના ભંગારના ક્ષેત્રમાં પણ તકલીફ વધી ગઈ છે ત્યારે જીએસટી કાઉન્સિલ સમક્ષ તેને રાહત આપવાની રજૂઆતો કરવામાં આવી છે.

 

 

એવા સંકેતો મળી રહ્યા છે કે જીએસટી કાઉન્સિલ દ્વારા હવે પછી મળનારી બેઠકમાં સ્ટીલ ના સ્ક્રેપ પરના દરમાં પાંચ ટકા જેટલો ઘટાડો કરવામાં આવી શકે છે. બારામાં બેઠકમાં વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.

 

 

અત્યારે તેના પર ૧૮ ટકા ટેક્સ લાગી રહ્યો છે પરંતુ તે વધું છે અને આવકમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે અને કોરોનાવાયરસ મહામારી ને કારણે ધંધો બિલકુલ મંદ પડી ગયો છે તેવી રજુઆતો કરવામાં આવી છે અને જીએસટી કાઉન્સિલ ને સમગ્ર હકીકત પુરી પાડવામાં આવી છે.

 

 

દરમિયાનમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકોર દ્વારા પણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ને પત્ર લખીને આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને પંજાબના નાણામંત્રી દ્વારા પણ આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને હવે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર કેવો નિર્ણય લેવાય છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.

 

 

સ્ટીલના ભંગારનો વ્યવસાય સમગ્ર દેશમાં ફેલાયેલા છે અને તેની સાથે હજારો કર્મચારીઓ અને કામદારો તેમજ મજૂરો પણ જોડાયેલા રહ્યા છે અને તેને રાહત આપવાની અત્યારે તાતી જરૂરિયાત છે તેવી માગણી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application