GSRTCમાં વિવિધ પોસ્ટ પર ભરતી, ૩૪૦૦ ખાલી પડેલી જગ્યાઓ પર મંગાવાશે અરજી

  • May 24, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટમાં આગામી દિવસમાં બમ્પર પ્રમાણમાં ભરતી આવશે.જેની ટૂંક સમયમાં જ નોટીફીકેશન બહાર પાડવામાં આવશે. વિવિધ પોસ્ટ જેમાં ડ્રાઈવર,કંડકટર,મિકેનિકની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ડ્રાઈવર સમકક્ષની 2100 જગ્યા માટે અને કંડક્ટર કક્ષાની 1300 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ સાથે જ મિકેનિકની પણ ST વિભાગ ભરતી કરશે.


ST ઉપરાંત સરકારના અન્ય વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં આગામી દિવોસમાં અંદાજે 6000 જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે.આ અંગે GPSSBના સચિવ હસમુખ પટેલે નિવદેન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, મહેસુલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનીયર ક્લાર્કની જગ્યાઓ આગામી 6 મહિનાની અંદર ભરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application