શું તમે જાણો છો કે, વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું ભારત માત્ર એક દાયકામાં ૧૧મા સ્થાનેથી છલાંગ લગાવી ૫મા સ્થાને પહોંચી ગયું છે? હકીકતમાં, આઈએમએફ વલ્ર્ડ ઇકોનોમિક આઉટલુક ડેટા અનુસાર, ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીના છેલ્લા ૧૦ વર્ષેામાં ભારતની અર્થવ્યવસ્થા ૯૦% થી વધુ વૃદ્ધિ પામી છે. છેલ્લા ૧૦ વર્ષમાં વિશ્વની કોઈપણ મોટી અર્થવ્યવસ્થા દ્રારા જોવામાં આવેલો આ સૌથી મોટી વૃદ્ધિ છે ! ભારત વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આગામી વર્ષેામાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ૩જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. આઈએમએફના ડેટા અનુસાર, ૨૦૧૩ (એફવાય૧૪)માં ભારતની નોમિનલ જીડીપી ૧,૮૫૭ બિલિયન ડોલર હતી અને ૨૦૨૩ (એફવાય૨૪)માં વધીને ૩,૫૭૨ બિલિયન ડોલર થવાની ધારણા છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ૯૨.૩૮%નો વિકાસ થયો છે.
નોમિનલ જીડીપી વાસ્તવિક ભાવોના આધારે નક્કી થાય છે યારે સામાન્ય જીડીપી ફત્પગાવાના દરને એડજેસ્ટ કર્યા પછી નક્કી થાય છે
અમેરિકા:૬૨%
યુનાઇટેડ સ્ટેટસ ૨૦૨૩માં ૨૭,૩૫૮ બિલિયન ડોલરના નોમિનલ જીડીપી સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતત્રં રહ્યું છે. ૨૦૧૩માં તેનો જીડીપી ૧૬,૮૮૧ બિલિયન ડોલર હતો. ગત ૧૦ વર્ષમાં યુએસ અર્થતંત્રે ૬૨.૦૬%ની વૃદ્ધિ દર્શાવી છે"
ચીન:૮૩.૫૦%
યાદીમાં ચીન બીજા સ્થાને છે. આઈએમએફના ડેટા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ચીનની અર્થવ્યવસ્થા ૮૩.૫૦% વધી છે. ચીનની અર્થ વ્યવસ્થા ૨૦૧૩માં ૯,૬૨૫ બિલિયન ડોલર હતી જે ૨૦૨૩માં ૧૭,૬૬૨ બિલિયન ડોલર સુધી પહોંચી છે
જર્મની: ૧૯.૩૮%
વર્તમાન સમયમાં જર્મની વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. આઈએમએફના ડેટા અનુસાર, ૨૦૧૩માં જર્મનીની નોમિનલ જીડીપી ૩,૭૩૪ બિલિયન ડોલર હતો. છેલ્લા ૧૦ વર્ષેામાં જર્મનીએ ૧૯.૩૮%ની વૃદ્ધિ નોંધાવી છે
જાપાન:૧૯.૧૮%
જાપાન અર્થવ્યવસ્થાઓની યાદીમાં ચોથા સ્થાને છે. ૨૦૧૩માં જાપાનની નોમિનલ જીડીપી ૫,૨૧૨ બિલિયન ડોલર હતી, જે ૨૦૨૩માં ઘટીને ૪,૨૧૩ બિલિયન ડોલર થઈ જશે. છેલ્લા ૧૦ વર્ષમાં જાપાનની અર્થવ્યવસ્થામાં ૧૯.૧૮%નો ઘટાડો થયો છે
ફ્રાન્સ: ૭.૮૧%
ફ્રાન્સ વિશ્વની ટોચની ૧૦ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં ૭મા ક્રમે છે. ફ્રાન્સની નોમિનલ જીડીપી ૨૦૧૩માં ૨,૮૧૨ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૩માં ૩,૦૩૨ બિલિયન ડોલર થવાનો અંદાજ છે, જે છેલ્લા ૧૦ વર્ષમાં ૭.૮૧%ની વૃદ્ધિ દર્શાવે છે
બ્રિટન: ૨૦.૦૨%
બ્રિટને ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીના છેલ્લા ૧૦ વર્ષેામાં ૨૦.૦૨% વૃદ્ધિ નોંધાવી છે. આઈએમએફના ડેટા અનુસાર, ૨૦૧૩માં યુકેની જીડીપી ૨,૭૮૭ બિલિયન ડોલર હતો. ૨૦૨૩માં તે વધીને ૩,૩૪૫ બિલિયન ડોલર થઈ ગયો હતો
ઇટાલી: ૫.૩%
ઇટાલીની અર્થવ્યવસ્થાએ છેલ્લા ૧૦ વર્ષેામાં સાધારણ વૃદ્ધિ દર્શાવી છે. ઇટાલી હાલમાં વિશ્વની ૮મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ૨૦૨૩ સુધીમાં ૨,૨૫૬ બિલિયન ડોલર થઈ હતી. જે ૧૦ વર્ષમાં ૫.૩%ની વૃદ્ધિ દર્શાવે છે
બ્રાઝિલ: ૧૨.૦૫%
આઈએમએફના ડેટા અનુસાર, ૨૦૧૩માં બ્રાઝિલની જીડીપી ૨,૪૭૨ બિલિયન ડોલર હતો અને તે ઘટીને ૨,૧૭૪ બિલિયન ડોલર થઈ ગયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં બ્રાઝિલની અર્થવ્યવસ્થામાં ૧૨.૦૫%નો ઘટાડો થયો છે
કેનેડા: ૧૫.૮૯%
વિશ્ર્વનાં ૧૦મું સૌથી મોટાં અર્થતત્રં કેનેડાની જીડીપી ૨૦૧૩માં ૧,૮૪૭ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૩માં ૨,૧૪૦ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. છેલ્લા ૧૦ વર્ષેામાં કેનેડિયન અર્થતંત્રમાં ૧૫.૮૯%નો વધારો જોવા મળ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech