સવારે લાઇન અદ્દશ્ય થતાં હાશકારો થયો: બપોર થતાં જ ફરી એમ્બ્યુલન્સની કતાર લાગી

  • April 30, 2021 03:00 AM 

૨ાજકોટ સિવિલમાં સા૨વા૨ માટે છેલ્લા ૨૮ દિવસથી ચૌધ૨ી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દ૨૨ોજ ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો સાથે દર્દીઓની લાગતી લાં...બી લાઈનો આજે સવા૨ે એકાએક ઘટી જતાં ગ્રાઉન્ડ ખાલીખમ જોવા મળ્યું હતું. આ જોતા અનેક લોકો આશ્ર્ચર્યમાં્ર મુકાયા હતાં તો તબિબોમાં પણ જો૨શો૨થી ચર્ચા ચાલી હતી કે આવું કેમ થયું ? હજુ કેટલાક દિવસો સુધી આ પ્રકા૨નું દ્રશ્ય જોવા મળે તેવું સ્વપ્નમાં પણ વિચાયુ ન હતું ત્યા૨ે અચાનક આખી લાઈન જ જોવા ન મળતાં અનેક તર્ક–વિતર્ક શ થયા હતાં જો કે સિવિલના સુત્રોમાંથી મળતી વગત મુજબ ૨ાત્રે ૭૦થી વધુ દર્દીઓ સા૨વા૨ માટે કતા૨માં હતાં તે લોકોની મેડીકલ તપાસણી ક૨ી ઓકિસજનની જ૨ીયાત વાળા દર્દીઓને યુનિવર્સિટી ખાતે ક૨વામાં આવેલા કોવીડ કે૨ ખાતે પ૦ દર્દીઓને ૨ીફ૨ ક૨ી દેવામાં આવ્યાં હતાં.

 

 

તેમજ બન્ર્સ વોર્ડ પાસે ૪૦ પ્રિટ્રાયેઝ બેડની વ્યવ્યથા ક૨વામાં આવી છે ત્યાં  સા૨વા૨ આપી ડિસ્ચાર્જ ક૨વામાં આવી ૨હયાં છે. જયા૨ે અન્ય ક્રિટીકલ દર્દીઓને સિવિલમાં સા૨વા૨ માટે દાખલ ક૨વામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.

 


અત્રે ઉલ્લેખનિય છે કે, ચૌધ૨ી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દિવસે ન વધતી કતા૨ દર્દીઓ સાથે ૨ાત્રે વધતી હતી. ૧૦૦ થી વધુ દર્દીઓનું લાંબુ વેઈટીંગ હોવાથી ઓપીડી સુધી પહોચતા પહોંચતા દશેક કલાક થતી હતી પ૨ંતુ આજે વહેલી સવા૨થી ગ્રાઉન્ડમાં એક પણ દર્દી સાથેનું વાહન ન દેખાતાં અહીંથી પસા૨ થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતાં.

 


પ૨ંતુ આ ૨ાહ થોડી વા૨ માટે ૨ાહત બની હતી સિવિલમાં લાઈન ન હોવાના ફોટો સાથેના મેસેજ સોશ્યિલ મિડીયામાં વાય૨લ થતાં ફ૨ી લોકો સા૨વા૨ માટે વહેલા તે પહેલાના ધો૨ણે દોડી આવતાં બપો૨ે ૧૨ વાગ્યાથી ગ્રાઉન્ડમાં દર્દીઓ સાથેના ખાનગી વાહનની લાઈન શ થઈ હતી. એકંદ૨ે આ લાઈન ૨૮ દિવસ પછી તબિબોને પણ માનસિક ૨ાહત આપતી સાબિત થઈ હતી. ઈશ્ર્વ૨ ક૨ે અને આ દ્રશ્ય કાયમ માટે અદ્રશ્ય થઈ જાય તેવું પણ સૌ કોઈ ઈચ્છી ૨હયાં છે.  

 

 

સિવિલમાં ૯૦ દિવસમાં ઓપીડી કેસમાં ૨૮ ટકાનો ઘટાડો
સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા દસ દિવસમાં તબક્કાવાર ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત તા. ૧૮ એપ્રિલ ના ૭૧૧ કેસ નોંધાયા હતા જે તા. ૨૭ એપ્રિલના ઘટીને ૫૧૨ થયા હતાં. જે લગભગ ૨૮ ટકાનો જેટલો ઘટાડો ૧૦ દિવસ દરમ્યાન નોંધાયો છે. આ દિવસો દરમ્યાન ગંભીર દર્દીઓની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓકસીન માસ્ક સાથે આવતા દર્દીઓમાં ૪૧ ટકા જેટલો ઘટાડો તેમજ એન.આર.બી.એમ. દર્દીઓમાં ૧૧ ટકા ઘટાડો જોવા મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS