ખાટું મીઠું કાચી કેરીનું શરબત ગરમીથી અપાવશે રાહત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉનાળાની ઋતુ હોય અને એવામાં ઠંડાપીણામાં જો કાચી કેરીનું શરબત પીવામાં આવે તો મજા પડી જાય. સાથોસાથ ગરમીમાં પણ ઘણી બધી રાહત મળે છે. આ એક એવું નેચરલ ડ્રિંક છે કે જેનાથી શરીરને લૂ લાગતી નથી. કાચી કેરીનું શરબત જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ બનાવવામાં પણ સરળ હોય છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.

 

સામગ્રી

- ત્રણ મીડિયમ સાઇઝની કાચી કેરી

- 3 ટેબલ સ્પૂન જીરૂં પાવડર

 - કાળુ નમક સ્વાદ પ્રમાણે

- 1/4 ટેબલસ્પૂન કાળીજીરી 

-150 ગ્રામ ખાંડ

- 20 થી 30 ફુદીનાનાં પાંદડાં

 

વિધિ

- સૌથી પહેલા કેરીઓને ધોઈ, છોલી અને તેમાંથી ગોટલા કાઢી લો.

 

- નીકળેલા ગોટલામાં એક કપ પાણી નાખીને ઉકાળી લો

 

- પછી તેમાં એક ઠંડુ પાણી મિક્સ કરો

 

- હવે તેને ગાળીને તેમાં કાળી ચેરી શેકેલુ જીરૂ પાવડર મિક્સ કરો.

 

- કેરીનું શરબત તૈયાર છે હવે તેમાં બરફ ના ટુકડા નાખી ફુદીનાનાં પાંદડાંથી ગાર્નીશ કરી અને સર્વ કરો.

 

- કાચી કેરીનુ શરબત કે તમે ફ્રીઝમાં રાખીને  ત્રણ થી પાંચ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS