રાજકોટમાં વેકિસનેશનનો ગ્રાફ ડાઉન: આજે ફકત ૪૩૧૬ને વેકિસન અપાઇ

  • September 07, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રસીકરણનો ગ્રાફ દિવસે દિવસે ઘટવા લાગ્યો છે, આજે બપોર સુધીમાં ફકત ૪૩૧૬ નાગરિકોને વેકસિન અપાઈ હતી, કેન્દ્રોની સંખ્યા વધારાઈ છે પરંતુ વેકસિનેશન ઘટી ગયું છે તે વાસ્તવિકતા છે.

 

 

મહાપાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત શહેરમાં ૨૯ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવી હતી તેમજ બે સેસન સાઈટ પર કોવેકસીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, જે નાગરિકોએ કોવેકિસન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેકિસન રસીનો બીજો ડોઝ તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ અપાયો હતો.

 

કોવીશીલ્ડ રસી આપવામાં આવી હતી તેવી સાઇટસમાં સિવિલ હોસ્પિટલ, પધ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ચાણકય સ્કુલ  ગીત ગુર્જરી સોસાયટી,નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા ન.ં ૨૮, વિજય પ્લોટ,સિટી સિવિક સેન્ટર  અમીન માર્ગ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર , ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, કાંતિભાઈ વૈધ હોલ, હત્પડકો, શાળા ન.ં ૨૦ બી, નારાયણનગર, જંકશન આરોગ્ય કેન્દ્ર,માધાપર આરોગ્ય કેન્દ્ર,રેલ્વે હોસ્પિટલ, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આદિત્ય સ્કુલ  ૩૨, સરદાર સ્કુલ, સતં કબીર રોડ,રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર,  તાલુકા શાળા  ભવન, મોટા મવા ગ્રામ પંચાયત સહિતનો સમાવેશ થાય છે. તેમણે ઉમેયુ હતું કે કોવેકસીન રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો તેમાં શાળા ન.ં ૪૭, મહાદેવ વાડી,  લમીનગર અને શાળા ન.ં ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોકનો સમાવેશ થાય છે. જે સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો તેમાં વેસ્ટ ઝોન ઓફીસ હોલ,ઇસ્ટ ઝોન ઓફીસ હોલ, મેસોનિક હોલ, ભૂતખાના ચોકનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS