ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ચર્ચા ગયા વર્ષથી ચાલી રહી છે.
અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન આ વર્ષે માર્ચની શરૂઆતમાં થઈ હતી. આ પછી, જૂનમાં બીજુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન થયું, જેમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે ભાગ લીધો. હવે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કાયમ માટે એક થવા જઈ રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈ 2024ના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના પુત્રના લગ્ન પહેલા, મુકેશ અને નીતા અંબાણીએ 2 જુલાઈના રોજ નવી મુંબઈમાં 50 જરૂરિયાતમંદના લગ્નનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લગ્ન સાથે જોડાયેલી મોટી માહિતી પણ સામે આવી છે. સૂત્રોના ત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કલાકાર ડ્રેક ટૂંક સમયમાં ભારત આવશે.
સૂત્રએ એમ પણ કહ્યું છે કે ડ્રેક સિવાય અંબાણી પરિવારની મેનેજમેન્ટ ટીમ અન્ય આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે વાતચીત કરી રહી છે. મળતી માહિતી મુજબ અનંત અને રાધિકાના લગ્નમાં અમેરિકન સિંગર લાના ડેલ રે અને બ્રિટિશ પોપ સિંગર એડેલ પણ પરફોર્મ કરી શકે છે. રાધિકા મર્ચન્ટ લાના ડેલ રેની મોટી ફેન છે. હાલમાં મેનેજમેન્ટ ટીમ આ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. લગ્નની ઉજવણીમાં તેને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડદેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી 12 થી 14 જુલાઈ સુધી ચાલશે. આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા નામો પણ હાજરી આપશે. આ ભવ્ય લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થઈ ગયું છે. હોલીવુડની ગાયિકા રીહાન્ના, ધ બેકસ્ટ્રીટ બોયઝ, પીટબુલ અને ઈટાલિયન ઓપેરા સિંગર એન્ડ્રીયા બોસેલીએ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની ઉજવણીમાં પરફોર્મ કર્યું હતું. આ કપલની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર અઠવાડિયાથી ધૂમ મચાવી રહી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ થશે. આ પછી 13 જુલાઈના રોજ બંનેનો શુભ આશીર્વાદ સમારોહ થશે. 14મી જુલાઈના રોજ ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વભરના વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો હાજરી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech